“ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ” ની ગર્લ્સ અને બોય્સ ટીમ દ્વારા ખેલ મહાકુંભ રોલ બોલ 3.0માં ઝળહળતી સફળતા મેળવી

સુરતઃ “ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ” ની ગર્લ્સ ટીમ અને બોય્સ ટીમ દ્વારા ખેલ મહાકુંભ રોલ બોલ 3.0માં ઝળહળતી સફળતા મેળવી છે.
ગુજરાતના સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા અમદાવાદના નવરંગપુરા ખાતે આયોજિત ‘ખેલ મહાકુંભ રોલ બોલ સ્ટેટ ચેમ્પિયનશિપ 3.0’ માં અમારી શાળાની ગર્લ્સ ટીમે કોર્ટ પર 8 મજબૂત ટીમો વચ્ચે “ગોલ્ડમેડલ” મેળવી જીત હાંસલ કરી છે.
તેમજ શાળાની બોય્સ ટીમે પણ તીવ્ર મનોબળ સાથે સ્પર્ધામાં લડી 22 પ્રતિભાશાળી ટીમોમાંથી “બ્રોન્સ મેડલ” મેળવી શાળાને બેવડી જીતનો ગર્વ અપાવ્યો છે.
આ પ્રસંગે શાળાના પ્રેસિડેન્ટ રામજીભાઈ માંગુકિયા, વાઇસ પ્રેસિડેન્ટ જીગ્નેશભાઈ માંગુકિયા, મેનેજિંગ ડાયરેક્ટર કિશનભાઇ માંગુકિયા, કેમ્પસ ડાયરેક્ટર આશિષ વાઘાણી, પ્રિન્સિપાલ તૃષાર પરમાર, ડૉ.વિરલ નાણાવટી, માલ્કમ સાયરસ પાલીયા એ સમગ્ર શાળા પરિવાર તરફથી વિજેતાઓની ટીમને આગળ પણ આમ જ સફળતાના શિખરો સર કરે અને શાળાનું નામ રોશન કરતા રહે તેવા આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી.