GIIS અમદાવાદ ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ CBSE માં પ્રશંશનીય સ્કોર કર્યો હાંસલ
લગભગ 42% વિદ્યાર્થીઓએ 80% થી વધુ ગુણ મેળવ્યા
અમદાવાદ : ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદના વિદ્યાર્થીઓ દ્વારા આજે અત્યંત સ્પર્ધાત્મક CBSE XII બોર્ડમાં કુલ વિધ્યાર્થી માથી 92% વિધ્યાર્થીઓ એટલે કે 55 પ્રથમ ડિવિઝન સાથે અદભૂત પરિણામો નોંધાયા હતા. આમ 55 વિધ્યાર્થીઓએ પ્રથમ ડિવિઝન મેળવીને, અમદાવાદની શાળાની કેપમાં વધુ એક પીંછું ઉમેર્યું હતું. તેમના પરિણામો વિદ્યાર્થીઓને નિર્ણાયક પરીક્ષાઓમાં સતત પ્રભાવશાળી દેખાવ કરવાની ખાતરી આપે છે.
વાણિજ્ય પ્રવાહના દેવ બારોટ 95.8% સાથે બેચમાં ટોચ પર છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહનાના વિદ્યાર્થીઓ જીનલ દરજીએ 95.2% સાથે બીજો ક્રમ મેળવ્યો અને સોનાલી મોદીએ 93% સાથે ત્રીજો ક્રમ મેળવ્યો. કુલ 41.81% વિદ્યાર્થીઓએ 80% થી વધુ ગુણ મેળવ્યા. શાળાની સરેરાશ 78.28% હતી.
પરિણામો પર વિશેષ ટિપ્પણી કરતાં, શ્રી સીઝર ડીસિલ્વા, પ્રિન્સિપાલ, GIIS, અમદાવાદએ કહ્યું, “નિર્ણાયક ધોરણ 12ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો બદલ હું વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન આપું છું. આ વર્ષની બેચ નવા ફોર્મેટમાં હતી બોર્ડની પરીક્ષાઓમાંથી પસાર થનાર આ પ્રથમ બેચ હતો જેનું મૂલ્યાંકન નવા ફોર્મેટના મૂલ્યાંકન સિસ્ટમ હેઠળ કરવામાં આવ્યું હતું.પરંતુ વિદ્યાર્થીઓએ એક વર્ષમાં જબરદસ્ત લચીલાપણું અને સખત મહેનત દર્શાવી ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે, જે સમગ્ર શાળા માટે ગર્વની ક્ષણ હતી.
ડી’સિલ્વાએ તેમના શિક્ષણ ફેકલ્ટીને સતત માર્ગદર્શન આપવા બદલ બિરદાવ્યું હતું અને તેમણે કહ્યું કે વિધ્યાર્થીઓ વિજેતા તરીકે બહાર આવે તેવી તેમને શિક્ષકોએ ખાતરી કરાવી હતી અને આ સફળતામાં અમારા શિક્ષકોએ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી., શિક્ષકો, વિદ્યાર્થીઓ અને માતાપિતા સહિત જેમણે બધાએ ફેરફારોને સારી રીતે સ્વીકાર્યા, અને એક અદભૂત પ્રદર્શન હાંસલ કરવા માટે એકબીજાને સહયોગ કર્યો ”.
GIIS અમદાવાદ પરિણામ હાઇલાઇટ્સ
● ધોરણ XII માં 100% પાસ ટકાવારી
● ધોરણ XII વર્ગની સરેરાશ 78.28% છે
● 92% વિદ્યાર્થીઓ પ્રથમ વિભાગમાં પાસ થયા
● 41.81% વિદ્યાર્થીઓએ 80% અને તેથી વધુ ગુણ મેળવ્યા