શહેરમાં પહેલીવાર ગરબા ટેક્નો પાર્ટીનું આયોજન

સુરત: શહેરમાં પહેલીવાર ગરબા ટેક્નો પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. ભાવિન મિલેનિયમ ગરબા ગ્રુપના રિશી કડીવાલાએ જણાવ્યું કે આજે આજે ગરબા ટેકનો પ્રોગ્રામ રાખ્યો છે. આખા વર્લ્ડમાં ફેમસ છે જેની પાછળ યુથ ઘેલું છે અને આપણે એને આપણા કલ્ચર સાથે મિક્સ કર્યું છે અને આપણે આપણી સંસ્કૃતિ પણ નહીં છોડી છે.
આજે અમારું જે ફંક્શન છે અને આપણી જે સંસ્કૃતિ છે એની સાથે થોડું ટચ બહારનું પણ રાખ્યું છે. વેસ્ટન સાથે તમારું ટ્રેડિશન પણ રાખવાનું છે. અમે સુરતના પણ કલાકારો રાખ્યા છે અને દેશની બહારથી પણ આર્ટિસ્ટ બોલાવ્યા છે અને એ ફ્યુઝનથી લોકોને ખૂબ જ મજા આવે.
રશિયા થી કલાકારો આવ્યા છે. આખા વર્લ્ડ ની નજર ટેકનો પર છે અને આની સાથે આપણે આપણું ગરબા મિક્સ કરીએ તો જ આપણે આપણા ગરબાને આખા વર્લ્ડમાં પ્રેઝન્ટ કરી શકીએ. આ ગરબા ટેકનો પાર્ટી પ્રથમ વખત આયોજિત થઈ રહી છે યુથ ને એ જ મેસેજ આપવા માંગે છે કે તમે મોર્ડન સાથે આપણું કલ્ચર પણ નહીં છોડો અને આને જો ફ્યુઝન થાય તો આપણને ડબલ મજા આવશે.