ગેલેક્સી Z ફોલ્ડ 7, Z ફ્લિપ 7 પ્રી- ઓર્ડર્સે S25 સિરીઝ સાથે બરાબરી કરીઃ ભારતમાં ફ્લેગશિપ માટે નવું સીમાચિહન સ્થાપિત કર્યું

ગુરુગ્રામ- 22 જુલાઈ, 2025 – ભારતની સૌથી વિશાળ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે તેના તાજેતરમાં લોન્ચ કરાયેલા ગેલેક્સી Z ફોલ્ડ 7, ગેલેક્સી Z ફ્લિપ 7 અને ગેલેક્સી Z ફ્લિપ FE સ્માર્ટફોન્સે વિક્રમી પ્રી-ઓર્ડર્સ પ્રાપ્ત કરીને ફોલ્ડેબલ સ્માર્ટફોન્સની બ્રાન્ડની સેવંથ જનરેશન માટે ભારે ગ્રાહક માગણી અને રોમાંચનો સંકેત આપ્યો હતો. ગેલેક્સી Z ફોલ્ડ 7, ગેલેક્સી Z ફ્લિપ 7 અને ગેલેક્સી Z ફ્લિપ 7 FEએ આ વર્ષે અગાઉ ગેલેક્સી S25 સિરીઝને પ્રાપ્ત પ્રી-ઓર્ડરની લગભગ બરાબરી કરતાં અને અગાઉના વિક્રમો તોડતાં પ્રથમ 48 કલાકમાં 2,10,000 પ્રી-ઓર્ડર પ્રાપ્ત કર્યા છે.
“અમારા ‘મેડ ઈન ઈન્ડિયા’ ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ માટે વિક્રમી પ્રી-ઓર્ડર્સ યુવા ભારતીય ગ્રાહકો નવીનતમ ટેકનોલોજીઓ ઝડપથી અપનાવી રહ્યા છે તે અમારી માન્યતા પર ફરી એક વાર ભાર આપે છે. ગેલેક્સી Z ફોલ્ડ 7 અમારો આજ સુધીનો સૌથી આધુનિક સ્માર્ટફોન અનુભવ કરાવે છે, જેમાં શક્તિશાળી, રોમાંચક, ઈન્ટેલિજન્ટ અને પોર્ટેબલ આ બધું જ એકમાં છે. ગેલેક્સી Z ફ્લિપ 7 યુઝર્સને એડપ્ટ, ધારે અને સશક્ત બનાવીને દુનિયા સાથે સહભાગી થવાની વધુ સ્માર્ટ, વધુ જ્ઞાનાકાર રીત ઉજાગર કરે છે. નવા One UI 8 અને એન્ડ્રોઈડ 16 રાઈટ આઉટ ઓફ ધ બોક્સ સાથે સમૃદ્ધ નવાં ડિવાઈસીસ ખરા અર્થમાં મલ્ટીમોડલ AI અનુભવો પ્રદાન કરે છે. નવાં ડિવાઈસીસની સફળતા અમારા વિશાળ લક્ષ્ય માટે પાયાનો પથ્થર છે, જે ભારતમાં ફોલ્ડેબલ સ્માર્ટફોન્સને મુખ્ય પ્રવાહમાં લાવે છે,’’ એમ સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ બી પાર્કે જણાવ્યું હતું.
ગેલેક્સી Z ફોલ્ડ 7 રોજબરોજના ઈન્ટરએકશન્સને નવી ઊંચાઈએ લઈ જવા માટે અચૂક એન્જિનિયરિંગ અને શક્તિશાળી ઈન્ટેલિજન્સનું સહજ રીતે સંમિશ્રણ કરે છે, જે બધું જ તેની આજ સુધીની સૌથી પાતળી અને હલકી ડિઝાઈનમાં સમાવેશ કરાયું છે. ફક્ત 215 ગ્રામ સાથે ગેલેક્સી Z ફોલ્ડ 7 ગેલેક્સી S25 અલ્ટ્રા કરતાં પણ હલકા છે. તેને ઘડી કરાય ત્યારે ફક્ત 8.9 mm જાડાઈ અને ફરી ખોલવામાં આવે ત્યારે 4.2 mm જાડાઈ છે. તે ખોલવામાં આવે ત્યારે વધુ વિશાળ, વધુ રોમાંચક ડિસ્પ્લે સાથે કાર્યક્ષમતા અને ઉત્પાદકતાની નવી સપાટીઓ ઉજાગર કરીને અલ્ટ્રા સ્માર્ટફોનનો પ્રીમિયમ પરફોર્મન્સ અને અનુભવ પ્રદાન કરે છે.
ગેલેક્સી Z ફ્લિપ 7 મલ્ટીમોડલ ક્ષમતાઓ સાથે કોમ્પેક્ટ AI ફોન છે, જે નવા ફ્લેક્સવિંડો દ્વારા પાવર્ડ છે. ખિસ્સામાં સહજ રીતે સરકાર જાય તેના નાના છતાં સૌથી હાથવગી સહાય પ્રદાન કરવા માટે પૂરતા શક્તિશાળી છે. તે નવા એજ-ટુ-એજ ફલેક્સવિંડો સાથે ગેલેક્સી AIને મેલ્ડ કરે છે, જે ફ્લેગશિપ લેવલ કેમેરા છે અને અત્યંત કોમ્પેક્ટ અને આઈકોનિક ડિઝાઈન સાથે આવે છે. જ્ઞાનાકાર વોઈસ AIથી ઉત્તમ સેલ્ફી ક્ષમતાઓ સુધી ગેલેક્સી Z ફ્લિપ 7 સહજ ઈન્ટરએકશન અને રોજબરોજની વિશ્વસનીયતા માટે નિર્મિત ઈન્ટેલિજન્ટ પોકેટ- આકારના સાથી બની જાય છે. ફક્ત 188 ગ્રામ સાથે અને ફોલ્ડ કરાય ત્યારે ફક્ત 13.7mm માપ સાથે ગેલેક્સી Z ફ્લિપ 7 આજ સુધીના સૌથી સ્લિમ ગેલેક્સી Z ફલિપ છે.