નાનાં શહેરોથી વૈશ્વિક મંચ સુધીઃ સેમસંગ અને સ્ટાર્ટઅપ ઈન્ડિયા દ્વારા ઈનોવેટર્સની ભારતની નેક્સ્ટ જનરેશનને સશક્ત બનાવવા માટે સમજૂતી કરાર
ભારતમાં યુવા ઈનોવેશન અને એન્ટરપ્રેન્યોરશિપને ગતિ આપવા માટે જાહેર- ખાનગી ભાગીદારી

ગુરુગ્રામ, ભારત, 31 જુલાઈ, 2025– ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા સેમસંગ સોલ્વ ફોર ટુમોરો સાથે ભારતના અંતરિયાળ ખૂણાઓમાંથી યુવા ઈનોવેટર્સને સશક્ત બનાવવા અને દેશની સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે સશક્ત બનાવવા ભારત સરકારની ફ્લેગશિપ પહેલ સ્ટાર્ટઅપ ઈન્ડિયા સાથે વ્યૂહાત્મક સમજૂતી કરાર (એમઓયુ) પર સહીસિક્કા કર્યા છે.
આ સમજૂતી કરાર પર નવી દિલ્હીમાં સહીસિક્કા કરાયા હતા અને તે સેમસંગની ફ્લેગશિપ રાષ્ટ્રવ્યાપી ઈનોવેશન સ્પર્ધા સેમસંગ દ્વારા સેમસંગ સોલ્વ ફોર ટુમોરો અને સ્ટાર્ટઅપ ઈન્ડિયાની ઈન્ક્યુબેશન, મેન્ટરશિપ અને પોલિસી સપોર્ટની મજબૂત રાષ્ટ્રીય ઈકોસિસ્ટમને એકત્ર લાવે છે. આ જોડાણનું લક્ષ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નિષ્ણાત માર્ગદર્શન, માર્કેટ લિંકેજીસ અને ફન્ડિંગ તકોને પહોંચ પૂરી પાડીને ખાસ કરીને ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં ઉચ્ચ સંભવિત પ્રતિભા ઓળખવાનું અને પોષવાનું લક્ષ્ય છે.
“સેમસંગમાં અમે માનીએ છીએ કે ઈનોવેશન ત્યારે સર્જાય છે જ્યારે યુવા મન યોગ્ય મંચ અને સપોર્ટ સિસ્ટમ સાથે સશક્ત બને. સ્ટાર્ટઅપ ઈન્ડિયા સાથે અમારી ભાગીદારી આ દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. સેમસંગ સોલ્વ ફોર ટુમોરોના ધ્યેય અને સ્ટાર્ટઅપ ઈન્ડિયાની વ્યાપક ઈકોસિસ્ટમ અને નેટવર્કને એકત્ર લાવીને અમે ભારતના અંતરિયાળ ખૂણાઓને પરિવર્તનકારીઓને આવતીકાલના સમસ્યા ઉકેલનારની ભાવિ પેઢીને પોષવાનું લક્ષ્ય રાખ્યું છે. આ જોડાણ સ્કિલ ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયા પહેલો સાથે સુમેળ સાધે છે અને દેશમાં ઈનોવેશન ઈકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાનું લક્ષ્ય ધરાવે છે,” એમ સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના કોર્પોરેટ વાઈસ પ્રેસિડેન્ટ એસપી ચુને જણાવ્યું હતું.
aid SP Chun, Corporate Vice President, Samsung Southwest Asia.
“ઈનોવેશન વૃદ્ધિની ચાવી છે, જે નવી શક્યતાઓને ખોલી નાખે છે, પ્રગતિ પ્રેરિત કરે છે અને ભવિષ્યને આકાર આપતા સમાધાનને અભિમુખ બનાવે છે. અને યુવા ઈનોવેટર્સને સશક્ત બનાવવા તે ભારતની વૃદ્ધિની ગાથાના હાર્દમાં છે. સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને સેમસંગ સોલ્વ ફોર ટુમોરા વચ્ચે આ જોડાણ થકી અમે સમાવેશક, ઈનોવેટિવ પ્રેરિત ઈકોસિસ્ટમ નિર્માણ કરવાની અમારી કટિબદ્ધતાને મજબૂત બનાવી છે. આ ભાગીદારીથી ટિયર 2 અને ટિયર 3 શહેરના યુવાનોને આઈડિયા રજૂ કરવા અને ઈનોવેશન કરવા માટે પ્રોત્સાહન મળવા સાથે આત્મનિર્ભર ભારતના ધ્યેય સાથે પણ નિકટતાથી સુમેળ સાધશે. સેમસંગ દેશમાં વેપાર સાહસિક જોશને પોષવા માટે આગળ આવી તે જોઈને અમને બેહદ ખુશી થઈ છે,’’ એમ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઈઆઈટી)ના જોઈન્ટ સેક્રેટરી શ્રી સંજીવે જણાવ્યું હતું.
સેમસંગ દ્વારા સેમસંગ સોલ્વ ફોર ટુમોરો ભારતના યુવાનોમાં સમસ્યા ઉકેલવા, ક્રિયાત્મકતા અને સામાજિક પ્રભાવોને કેળવવા માટે તૈયાર કરાયેલી ફ્લેગશિપ ઈનોવેશન અને શૈક્ષણિક પહેલ છે. આ પ્રોગ્રામ થકી યુવા વિદ્યાર્થીઓને તેમના સમુદાયોમાં અસલ દુનિયાના મુદ્દાઓ ઓળખવા માટે અને ડિઝાઈન થિન્કિંગ, ટેકનોલોજી અને એન્ટરપ્રેન્યોરલ સ્કિલ્સનો ઉપયોગ કરીને ઉચ્ચ સ્તરના સમાધાન નિરમાણ કરવા માટે કામ કરવા પ્રોત્સાહન મળશે. આ પહેલ મેન્ટરશિપ, વર્કશોપ, પ્રોટોટાઈપ ડેવલપમેન્ટ સપોર્ટ અને નિષ્ણાતો અને રોકાણકારો સામે મેન્ટરો સામે વિચારો મૂકવાની તક પૂરી પાડે છે.