સુરત
મિલેનિયમ માર્કેટના વેપારી પાસેથી રૂ. ૧૨.૭૭ લાખનો માલ ખરીદી મહારાષ્ટ્ર અને રાજસ્થાનના વેપારીનું ઉઠમણું
નિક દલાલ સહિત ૧૦ વેપારીઅો સામે ગુનો દાખલ, સમયસર પેમેન્ટ ચુકવી આપવાનો વિશ્વાસ ભરોસો આપી કાપડનો માલ ખરીદ્યા બાદ દુકાન બંધ કરી ફરાર
સુરત : રિંગ રોડ મિલેનિયમ માકે્ર્ટના વેપારી પાસેથી મહારાષ્ટ્ર અને રાજસ્થાનના વેપારીઅોઍ રૂપિયા ૧૨.૭૭ લાખનો કાપડનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી આપી ઉઠમણું કયું છે. આટલુ જ નહી વેપારી પિતા-પુત્રઍ પેમેન્ટની ઉઘરાણી કરતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે વેપારીની ફરિયાદને આધારે સ્થાનિક બે દલાલ સહિત ૧૦ વેપારીઅો સામે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે.
પાલ સોભાગ્ય સોસાયટી શસ્ત્રપણા ખાતે રહેતા ૨૮ વર્ષીય દિપક પીરચંદ હીરાલાલજી જૈન કાપડનïા વ્યવસાય સાથે સંકળાયેલા છે અને રિંગ રોડ મિલેનિયમ માર્કેટમાં દુકાન ધરાવે છે. મૂળ રાજસ્થાનના જાલોદના સાચોર તાલુકાના અડેચા ગામના વતની દિપક પાસેથી ગત તા ૨૭ માર્ચના રોજ બેગમવાડી શાંતિપેલેસની સામે વ્યાપાર કેન્દ્રમાં બાલાજી ટેક્ષટાઈલïï ઍજન્સીના નામે કાપડ દલાલીનું કામ કરતા સુશીલ રામ નિવાસ ચૌધરી અને સુરેશ ચૌધરી મારફતે કરણ કરુલકર (બહુરાણી સિલ્ક ઍન્ડ સારીઝના માલીક, નગર , ચંદનનગર ભાજી માર્કેટ પુણે મહારાષ્ટ્ર), રમેશ ગોરધનલાલ સિરવી ( મહાલક્ષ્મી ઍન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર, કોપર ખૈરાને નવી મુંબઈ), રવિન્દ્ર ચૌધરી (પોખરના સારીઝના પ્રોપરાઈટર, રહે, સુયમંગલ ઍપાર્ટમેન્ટ. નાસિક), સુશીલકુમાર (પ્રવિણ ટેક્ષટાઈલ માર્કેટના પ્રોપાયટર, ગજાનંદ કોલોની ન્યુ નાગપુર ઍમઆઈ ડીસી અહમદનગર મહારાષ્ટ્ર), શંકરલાલ પ્રજાપતિ(સિધ્ધી વિનાયક ફેશનના પ્રોપરાઈટર,રહે, મારુતિ ચોક મહલ નાગપુરમહારાષ્ટ્ર), અોમપ્રકાશ (સતપુર ટેક્ષટાઈલ, સતપુર નાસીક), સુરેશ રામનિવાસ ચૌધરી (સતપુર ટેક્સટાઈલના માલીક, નાસીક)ઍ કુલ રૂપિયા ૧૨,૭૭,૨૨૩નો કાપડનો માલ ખરીદ્યો હતો.
માર્કેટના ધારાધોરણ પ્રમાણે નક્કી કરેલ સમય મર્યાદામાં આરોપીઅોઍ પેમેન્ટ નહી આપતા દિપકે ઉઘરાણી કરતા પેમેન્ટ નહી આપી મોબાઈલ અને દુકાન બંધ કરી નાસી ગયા હતા. દલાલ સુશીલ અને સુરેશ પાસે ઉઘરાણી કરતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.