વિશ્વમાં પ્રથમ વખત ચાંદીના બેલપત્રમાંથી 154 ફૂટ ઉંચી શિવ પ્રતિમા બનાવવામાં આવશે
સુરતની પવિત્ર ભૂમિ પર સવા કરોડ પાર્થિવ શિવલિંગનું નિર્માણ અને પૂજાનું લોકકલ્યાણ માટે આયોજન

સુરતઃ ત્રિનેત્ર સનાતન સેવા ફાઉન્ડેશન દ્વારા ગુજરાતનું ગૌરવ અને પવિત્ર ધર્માત્માઓની ભૂમિ ગણાતી સુરતની આ પવિત્ર ભૂમિ પર, તેના ભવ્ય ઇતિહાસમાં વધુ એક સુવર્ણ ગાથા ઉમેરવાનો પ્રયાસ છે, જ્યાં સવા કરોડ પાર્થિવ શિવલિંગનું નિર્માણ અને પૂજાનું લોકકલ્યાણ માટે આયોજન કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આદિ અનંતમાં નિવાસ કરનારા ભગવાન શિવ દરેક રીતે શુભ છે.
અને ભગવાન શિવ કે જેઓ તેમના ભક્તો પ્રત્યે વિશેષ વલણ ધરાવે છે, જેઓ તેમના ભક્તોના જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ આવવા દેતા નથી, તેમની પૂજા મનુષ્યને શાશ્વત સુખ આપે છે.
પત્રકાર પરિષદ માં રાજેશ જૈન, મમતા નાયડુ, વિષ્ણુ સુરેકા કહ્યુ હતું કે તારીખ 4 સપ્ટેમ્બર 2023 થી 14 સપ્ટેમ્બર 2023 સુધી સુરતના અનુવ્રત દ્વાર પાસે શિવલિંગનું નિર્માણ અને પૂજનનો મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજા દરરોજ સવારે 7:00 વાગ્યાથી શરૂ થઈને સાંજે 6:00 વાગ્યા સુધી રહેશે. અને એ જણાવતા ખુબ જ આનંદ થાય છે કે વિશ્વમાં પ્રથમ વખત આ સુરતની પવિત્ર ભૂમિમાં સવા કરોડ પાર્થિવ શિવ પૂજનનો સંકલ્પ લેવાયો છે.
અને આપણામાંના શ્રી અંબર ગુરુજી કે જેઓ શિવભક્ત છે અને જેઓ ભગવાન શિવને પોતાના ગુરુ માને છે, તેઓ કહે છે કે સંસારમાં જેટલી પણ વિદ્યાઓ છે . જે ભગવાન શિવ દ્વારા જ પ્રદાન કરવામાં આવ્યા છે.અને શિવનો સંગ મેળવવો એટલે જીવનમાં દરેક શુભનો સમાવેશ કરવો.ભગવાન શિવ શુભ સ્વરૂપે જગતમાં વ્યાપી જાય છે.
ગુરુજીના કથન મુજબ શિવ જ વિશ્વ છે. શિવ સર્વવ્યાપી છે અને સુરતના આ તીર્થધામમાં, અમે એવા તમામ લોકોને અપીલ કરીએ છીએ કે જેઓ એ મહાન ધ્યેયમાં સહકાર આપવા અને ભગવાનના સાનિધ્યમાં પોતાને પવિત્ર કરવા માંગે છે. શિવને બેલપત્ર સૌથી વધુ ગમે છે અને મને જણાવતા આનંદ થાય છે કે વિશ્વમાં પ્રથમ વખત ચાંદીની બનેલી શિવ પ્રતિમા જે 154 ફૂટ ઉંચી હશે. જુદા જુદા શહેરોમાંથી આપવામાં આવેલા ચાંદીના બેલપત્રમાંથી બનાવવામાં આવશે. શિવ પ્રતિમા આંધ્ર પ્રદેશમાં બનાવવામાં આવશે.