પ્રથમવાર પાંજરાપોળો માં એકજ દિવસમાં 5 કોરોડ રૂપિયા નું ઐતિહાસિક જીવદયા નું કાર્ય સંપન્ન
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ટ્રસ્ટ (સુરત) તેમજ વર્ધમાન સંસ્કાર ધામ (મુંબઇ) જૈન સંસ્થા દ્વારા ઐતિહાસિક જીવદયાક્ષેત્રનું કાર્ય
સુરતઃ ભક્તિ શ્રદ્ધા અને સમર્પણ અને જીવદયા થી છલકાતા સુરત નગરે સૌવ પ્રથમવાર પાંજરાપોળો માં એકજ દિવસમાં 5 કોરોડ રૂપિયા નું ઐતિહાસિક જીવદયા નું કાર્ય સંપન્ન થયું
સુરત જાણીતું બન્યું ડાયમંડ અને ટેક્સટાઇલ ક્ષેત્રથી હવે સુરત જાણીતું બન્યું .
યુગપ્રધાન આચાર્યસમ પન્યાસ શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સા. પ્રેરિત શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ટ્રસ્ટ (સુરત) તેમજ વર્ધમાન સંસ્કાર ધામ (મુંબઇ) જૈન સંસ્થા દ્વારા વિરાટ, વિશાળ તેમજ ઐતિહાસિક જીવદયાક્ષેત્રનું કાર્ય સુરત વેસુ મધ્યે ઓમકારસુરી આરાધના ભવન વેસુ ખાતે સંપન્ન થયું. આ બંને જૈન સંસ્થાએ સંયુક્ત નેજા હેઠળ થઇને 200થી વધારે પાંજરાપોળોને 5 કરોડથી વધારે રકમનું દાન કર્યું.
સંયમ જીવનની અનુમોદનાર્થે તેમજ અબોલ પશુઓને શાતા મળે એ ઉદ્દેશથી આ કાર્ય સંપન્ન થયું. ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ મહારાષ્ટ્રની વિવિધ પાંજરાપોળોમાં દાન પહોંચાડવામાં આવ્યું. આ કાર્યથી 2 લાખથી વધારે અબોલ પશુઓને શાતા મળશે. ઓમકારસૂરી આરાધના ભવન, વેસુ, સુરત મુકામે આ ભવ્ય આયોજન થયું હતું. પરમ પૂજ્ય ભક્તિ યોગાચાર્ય શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રા પ્રાપ્ત થઇ હતી.
આ ઉપરાંત વૈરાગ્યવારિધિ કુલચંદ્રસૂરીશ્વરજી મ.સા., શ્રી રશ્મીરત્નસૂરીશ્વરજી મ.સા., શ્રી ભવ્યકીર્તિ સૂરીશ્વરજી મ.સા. તેમજ અન્ય સાધુ-સાધ્વીજી ભગવંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યમાં જૈન ધર્મના તમામ શ્રેષ્ઠીઓ તેમજ પાંજરાપોળના કાર્યકર્તા તેમજ ટ્રસ્ટીઓ પણ જોડાઈને તેની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. દરવર્ષે આવી જ રીતે પાંજરાપોળો ઘાસ તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચરનાં વિકાસ માટેના કાર્યો કરીશું એવું નક્કી કરવામાં આવ્યું.