
સુરત: ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસમાં નેશનલ લીડર એવી આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL)ના જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE) મેઇન-૨૦૨૪ના બીજા સત્રમાં પોતાના સુરત સ્થિત વિદ્યાર્થીઓની મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓને ગર્વથી જાહેર કરે છે. AESLના વિદ્યાર્થી અમૃતાંશા સિંહાએ ગણિતના મુખ્ય વિષયમાં 100 પર્સન્ટાઈલ સાથે 99.98 પર્સન્ટાઈલ મેળવીને શૈક્ષણિક શ્રેષ્ઠતાના ઇતિહાસમાં પોતાનું નામ રોશન કર્યું છે, તેણે AIR 370 હાસિલ કર્યા છે. અન્ય વિદ્યાર્થીઓ કે જેમણે 99 થી વધુ પર્સેન્ટાઇલ મેળવ્યા છે, જેમાં વંશ બરફીવાલા, પ્રથમ ચોક્સી, દેવ કોટેચા અને નિધિ શર્માનો સમાવેશ થાય છે. જ્યારે દેવ એ ફિઝિક્સમાં 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે.
આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL)ના ચીફ એકેડેમિક અને બિઝનેસ હેડ શ્રી અમિત સિંહ રાઠોડે વિદ્યાર્થીઓના શાનદાર પ્રદર્શન બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા કહ્યું કે, આ AESLS પ્રતિબદ્ધતા અને વિદ્યાર્થીઓને કોમ્પ્રેહેન્સિવ કોચિંગ અને ઇનોવેટિવ લર્નિંગ સોલ્યુશન પ્રદાન કરવા માટેના સંકલ્પનો પુરાવો છે, જે તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ બનવા માટે સશક્ત બનાવે છે. આ ઉપરાંત અમે તેમના ભાવિ પ્રયાસોમાં સતત સફળતાની ઇચ્છા કરીએ છીએ.”
વિદ્યાર્થીઓને પોતાના સ્કોર્સ વધારવા માટે તેમજ મલ્ટિપલ તકો પૂરી પાડવા માટે JEE (મુખ્ય) બે સેશનમાં તૈયાર કરવામાં આવ્યું છે. JEE એડવાન્સ્ડ માત્ર પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IITs)માં પ્રવેશની સુવિધા આપે છે, જ્યારે JEE મેઇન સમગ્ર ભારતમાં ઘણી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (NITs) અને અન્ય કેન્દ્રિય સહાયિત એન્જિનિયરિંગ કૉલેજોના ગેટ વે તરીકે સેવા આપે છે. JEE એડવાન્સ્ડમાં સામેલ થવા માટે JEE મેઇનમાં ભાગ લેવી એ પૂર્વશરત છે.