બિઝનેસસુરત

સુરતના વિવર્સોની પાવર ટેકસ સબસિડી રિલીઝ કરાવવા ચેમ્બર ઓફ કોમર્સની ભારતના ટેકસટાઇલ સેક્રેટરી રચના શાહને નવી દિલ્હી ખાતે રૂબરૂ રજૂઆત

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયા અને ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ ગુરુવાર, તા. ર૭ જુલાઇ, ર૦ર૩ના રોજ નવી દિલ્હી ખાતે ભારત સરકારના ટેકસટાઇલ સેક્રેટરી રચના શાહની મુલાકાત લીધી હતી.

ચેમ્બરના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, પાવર ટેકસ સ્ટેન્ડ અપ ઇન્ડિયા સ્કીમ હેઠળ સુરતના ઘણા વિવર્સ ભાઈઓની સબસિડી અટકી છે, જેમાંથી ૧૨૪ જેટલા અરજદારોએ ચેમ્બર સમક્ષ તેઓની વિવિધ કવેરીના જવાબ સબમિટ કર્યાં હતાં, આથી ચેમ્બર દ્વારા તે અંગે ટેકસટાઇલ સેક્રેટરી રચના શાહ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને વહેલી ધોરણે તેઓની સબસિડી રિલીઝ કરવા રજૂઆત કરવામાં આવી હતી.

આ ઉપરાંત જે કેસોમાં JIT એટલે કે જોઇન્ટ ઇન્સ્પેક્શન ટીમ પેન્ડીંગ છે તેમાં JIT કરાવવા રજૂઆત કરી હતી. જે કેસોની JIT થઈ ગઈ છે અને કોઈ કવેરી નથી તેવા કેસોમાં તાત્કાલિક ધોરણે તેઓની સબસિડી રિલીઝ કરવા રજૂઆત કરી હતી. કેટલાક કેસો એવા છે કે જેમાં JIT થઈ ગઈ છે પણ કલેઇમ અપલોડ થયા નથી (વચ્ચે પોર્ટલ બંધ હોવાને કારણે) એવા કેસમાં પોર્ટલ શરૂ કરાવી કલેઇમ અપલોડ થાય તેવી સુવિધા ઊભી કરાવવા રજૂઆત કરવામાં આવી હતી.

તદુપરાંત સુરતમાં નવસારી પાસે વાંસી – બોરસી ખાતે PM MITRA Parkમાં પ્લોટની ફાળવણીમાં SGCCI મહત્વની ભૂમિકા ભજવી શકે છે તે અંગે ટેકસટાઇલ સેક્રેટરી સાથે ચર્ચા કરવામાં આવી હતી.

ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતને ધ્યાને લઇ ટેકસટાઇલ સેક્રેટરી રચના શાહે જણાવ્યું હતું કે, પાવર ટેકસ સ્ટેન્ડ અપ ઇન્ડિયા સ્કીમ હેઠળ જેઓની સબસિડી અટકેલી છે તે અંગે તપાસ કરીને આ સમસ્યાનો વહેલી તકે નિકાલ લાવવામાં આવશે. આ ઉપરાતં PM MITRA PARK માટે SPV બન્યા બાદ જે કંઇપણ કાર્યવાહી કરવાની હશે તેમાં ચેમ્બર ઓફ કોમર્સની ભૂમિકાની જ્યાં પણ જરૂર પડશે ત્યાં ચેમ્બરની સહાયતા લેવામાં આવશે અને તે અંગે SPV જે તે સમયે નિર્ણય લેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button