સુરતહેલ્થ

ભારતમાં આંખની સુરક્ષા અને સંભાળના ક્ષેત્રમાં આગામી ૫ વર્ષમાં વાર્ષિક ૧૨ ટકાના વિકાસ દરની સંભાવના

ડૉ.સચદેવ આઈ હોસ્પિટલની મેક્સિવિઝન ગ્રુપ ઓફ આઈ હોસ્પિટલ સાથેની સહભાગીદારી સુરત અને દક્ષિણ ગુજરાત માટે નેત્ર સારવાર ક્ષેત્રમાં ક્રાંતિકારી બની રહેશે

સુરત 30 મી સપ્ટેમ્બર, 2023 : સુરતમાં હવે ડૉ. સચદેવ  મેક્સિવિઝન  આઈ હોસ્પિટલ આંખની સંભાળ અને સારવારનું નવું પ્રકરણ આલેખશે. આજથી સુરતની બન્ને શાખા હવે ઉપરોક્ત નવા નામે ઓળખાશે.  સુરત અને દક્ષિણ ગુજરાત તથા મહારાષ્ટ્રના ગુજરાત સાથે જોડાયેલા વિસ્તારો માટે ખુશીના સમાચાર છે.

ઉપરોક્ત સમગ્ર વિસ્તારની જનતાની સુવિધા અર્થે આંખની સારવાર અને સંભાળમાં આગવી પ્રતિષ્ઠા ધરાવતી સુરતની ડો.સચદેવ આઈ હોસ્પિટલે  એક અભિનવ પહેલના રૂપમાં નામાંકીત મેક્સિવિઝન ગ્રુપ ઓફ આઈ હોસ્પિટલ સાથે સહ ભાગીદારી હેઠળ ક્ષેત્રમાં એક ક્રાંતિકારી નવીનીકરણના રૂપમાં ડો. સચદેવ  મેક્સિવિઝન આઈ હોસ્પિટલની આધુનિક નેત્રરોગ સારવાર અને સંભાળ સુવિધાનો પ્રારંભ કર્યો છે. જે આંખની સંભાળ અને સારવારમાં આમૂલ પરિવર્તન લાવશે .

આ સંયુક્ત સાહસની જાહેરાત કરતા  ડો.સચદેવ મેકસવિઝન આઈ હોસ્પિટલના ડિરેક્ટર અને મેનેજિંગ પાર્ટનર ડો. આર. કે. સચદેવે વધુમાં જણાવ્યું કે  મેક્સિવિઝન  ભારતની અગ્રણી અને ઝડપથી વિકસી રહેલી ખાનગી આઈ કેર હોસ્પિટલ છે. એની સાથેના જોડાણ હેઠળ અમારા દર્દીઓને સર્વોત્તમ ગુણવત્તાસભર નેત્ર સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવવાના અમારા સંકલ્પની પૂર્તિ થશે.

મેક્સિવિઝનના સી. ઈ.ઓ શ્રી સુધીર વી.એસ. એ આ સહભાગીદારી ને વધાવતા જણાવ્યું કે  ડો. સચદેવ જેવા નેત્ર સંભાળ અને સારવારના કુશળ અને અનુભવી સાથીદારોના સહયોગથી મેક્સિવિઝન  ભારતના ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ સહિતના પશ્ચિમ અને પૂર્વાંચલમાં આઈ કેર માર્કેટ લીડર બનશે.  શ્રી સુધીરે વધુમાં  જણાવ્યું હતું કે  ૧૯૮૭ માં ડો. આર. કે. સચદેવ દ્વારા સુરતમાં સ્થાપિત ડો. સચદેવ આઈ હોસ્પિટલ શહેર અને દક્ષિણ ગુજરાતમાં નેત્ર સંભાળ અને સારવારમાં અગ્રેસર છે.

હાલમાં શહેરના પાર્લે પોઇન્ટ અને પરવટ પાટિયા વિસ્તારમાં એમના બે આઈ કેર સેન્ટર સંપૂર્ણ અને અતિ અદ્યતન નેત્ર સંભાળ અને સારવાર આપી રહ્યા છે. આ બંને શાખા હવે ઉપરોક્ત નવા નામે અગાઉની જેમ જ કાર્યરત રહેશે અને વધુ વ્યાપક નેત્ર સારવાર  સુવિધાઓ આપશે.

મેક્સિવિઝનના સી. ઈ.ઓ શ્રી સુધીર વી.એસ. ના જણાવ્યા અનુસાર  એક અંદાજ પ્રમાણે  ભારતમાં આગામી ૫ વર્ષમાં આંખની સંભાળ અને સારવારના ક્ષેત્રમાં વાર્ષિક ૧૨ ટકાના દરે વિકાસ થશે. તેવા સમયે ડો. સચદેવ આઈ વિઝન હોસ્પિટલની નવી સુવિધા ખૂબ અગત્યની બની રહેશે.

આ નવા શુભારંભ ને આવકારતા સુરત હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં નામનાપાત્ર  ન્યૂરબર્ગ આભા લેબોરેટરીઝના ડિરેક્ટર  ડો. પ્રશાંત કે નાયકે જણાવ્યું કે સુરત અને આસપાસના વિસ્તારોમાં ડો. સચદેવ અને તેમની નેત્ર હોસ્પિટલ અભીનવતા અને શ્રેષ્ઠતા માટેની તેમની ધગશ થી મોખરાના સ્થાને રહ્યાં છે. હવે મેક્સિવિઝન સાથેનું તેમનું જોડાણ નેત્ર સંભાળ સુવિધાની નવીન ક્ષિતિજો ખોલશે.  નાનકડા ક્લિનિક થી શરૂઆત કરનારા ડૉ. સચદેવ નેત્ર સર્જને  દક્ષિણ ગુજરાતમાં ખાનગી તબીબ સંચાલિત પહેલું એકસાઈમર લેસિક શરૂ કર્યું હતું.  હવે તેઓના નેતૃત્વ હેઠળના આ સંયુક્ત સાહસ મેક્સિવિઝનના સહયોગ થી નવીનતમ આઈ કેર ટેકનોલોજી સુરત અને દક્ષિણ ગુજરાતમાં સુલભ બની છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button