ટેક્સટાઇલ પ્રોસેસિંગ અને વિવિંગ ઇન્ડસ્ટ્રીઝના વિકાસ માટે એક્સપર્ટ દ્વારા મંતવ્યો રજુ
ટેક્સટાઇલ કમિશ્નર સહીત પ્રોસેસિંગ યુનિટધારકો, યાર્ન ડાયર્સ અને ટેક્સટાઇલ ટેક્નોલોજીના એક્સપર્ટ જોડાયા

સુરત: સુરતના પ્રમુખ ઉદ્યોગો પૈકી હાલમાં ટેક્સટાઇલ વિવિધ પડકારોનો સામનો કરી રહ્યું છે. જેમાં અનેક પાસાઓ પર વેપારને અસર થઇ રહી છે. દેશ અને વિદેશમાં હરીફાઈમાં ટકી રહેવા માટે ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવી ટેક્નોલોજી અને નવી વ્યૂહ રચના હાલના સમયની માંગ છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને ટકાવી રાખવા અને તેના ગ્રોથ માટે સુરતમાં ખાસ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં આરક્રોમા કંપની દ્વારા એક ખાસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટેક્સટાઇલ પ્રોસેસિંગ અને તેને લગતી સમસ્યા અને તેનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય તે માટે વિવિધ ટેક્સટાઇલ અનુભવીઓ એ પોતાના મંતવ્યો રજુ કર્યા હતા.
જેમાં, આરક્રોમા ઈન્ડિયા ના અંજની પ્રસાદ, ટેક્સટાઇલ કમિશ્નર એમ. બીના(IAS) , ભારત સરકારના જોઇન્ટ DGFT કોમર્સ અભિમન્યુ શર્મા,અરુણ વર્ષનેય, જે. રઘુનાથ અને અજોય ભટ્ટાચાર્ય તેમજ સુરત ચેમ્બર ઓફ કોમર્સના વિજયકુમાર મેવાવલા તેમના મંતવ્યો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
દેશમાં ટેક્સટાઇલ ઉદ્યોગનું સૌથી મોટું હબ સુરત છે તેથી જેટલો વિકાસ તેટલી સમસ્યા અને પડકારો પણ સુરત માટે છે. એસોચેમ એટલે કે એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા (એસોચેમ) એ દેશનું સૌથી જૂનું ટોચનું ચેમ્બર છે. એસોચેમ વિવિધ ઉદ્યોગને મજબૂત અને સક્ષમ બનાવવા માટે અનેક મોરચે કામ કરી રહ્યું છે. એસોચેમમાં સમગ્ર દેશભરમાં અંદાજે 4,50,000 થી વધુ સભ્યોનું નેટવર્ક ધરાવે છે જે અલગ અલગ ક્ષેત્રો સાથે સંકળાયેલા છે. તેમજ લોકલ, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર કામગીરી કરે છે. એસોચેમમાં એમએસએમઈ એક મોટું સેગ્મેન્ટ છે જે ઇન્ડસ્ટ્રીઝને રજુ કરે છે. જેની સાથે એસોચેમ પાસે 400થી વધુ સંગઠનો, ફેડરેશન અને રિજનલ ચેમ્બર્સ પણ છે. એસોચેમ મુખ્યત્વે ન્યુ ઇન્ડિયાના વિઝન સાથે જોડાયેલું છે અને તે ઉદ્યોગો અને સરકાર વચ્ચે એક કડી તરીકે કામ કરે છે. એસોચેમ દ્વારા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને નવી દિશા આપવા માટેની યોજના ઘડવામાં આવી છે જેના અનુસંધાને આ મીટીંગનું આયોજન સુરતના સરસાણા ચેમ્બર્સ ઓફ કોમર્સ ડોમ ખાતે કરવામાં આવ્યું હતું. આ મીટીંગનું આયોજન આરક્રોમા કંપની દ્વારા કરાયું હતું. આરક્રોમા એક ગ્લોબલ સ્પેશિયાલિટી કેમિકલ કંપની છે જે ટેક્સટાઇલ માર્કેટ માટે ઇનોવેશન, સર્વિસ,કોસ્ટ એફીયેન્સ અને ટકાઉ પ્રોગ્રેસ માટે જાણીતી છે. ભારતના ઉદ્યોગો વૈશ્વિક કોમ્પિટિશન સામે ટકી શકે અને લોકલ લેવલ પર પોતાનો બિઝનેસ ગ્રો કરી શકે તે માટે વર્ષોથી કામગીરી કરી રહ્યું છે. આ મીટીંગમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં વિકાસની તકો, ટેક્સટાઇલ બિઝનેસ ટેરિફ અને ટેક્સટાઇલ ઈન્ડસ્ટ્રીઝમાં ટકાઉ ભવિષ્ય અંગે વિવિધ એક્સપર્ટ દ્વારા માહિતી અને વિચારો રજુ કરવામાં આવ્યા હતા. એક રીતે આ મિટિંગ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ખુબ જ મહત્વની બની રહી હતી. મોટી સંખ્યામાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા નાના મોટા વેપારીઓ, પ્રોસેસિંગ યુનિટના ઓનર, અને ટેક્સટાઇલ ટેક્નોલોજી સાથે જોડાયેલા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.