કતારગામ સમસ્ત પાટીદાર ભવનમાં ત્રણ દિવસીય સુરત જ્વેલરી શોનું ઉદ્ઘાટન કરતાં ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે સુરત માટે ગર્વની વાત છે કે સુરત ડાયમંડ સિટીની સાથે અહીં ગોલ્ડ ડિઝાઈનની નવી જ્વેલરી ડિસ્પ્લેમાં મૂકવામાં આવી રહી છે. આગામી સમયમાં સુરત ટેક્સટાઈલ અને ડાયમંડ બાદ જ્વેલરીમાં નંબર વન સિટી બનશે.
આયોજક રિકીન વ્યાસે જણાવ્યું હતું કે અમારા સુરત જ્વેલરી શોની આ સાતમી આવૃત્તિ છે. વરાછા કતારગામ અને સુરત શહેરના લોકોના અપાર પ્રેમને કારણે, મુલાકાતીઓ દર વર્ષે આ શોની આતુરતાપૂર્વક રાહ જુએ છે. આ વખતે સુરતના આંબા તલાવડી કતારગામ સ્થિત સમસ્ત પાટીદાર સમાજ ભવનમાં 19, 20 અને 21 જુલાઈ એમ ત્રણ દિવસ માટે આ સુરત જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રદર્શનમાં એક જ છત નીચે અલૌકિક જ્વેલરીની વિશાળ શ્રેણી જોવા મળશે.
જો તમારા ઘરે કોઈ શુભ પ્રસંગ આવી રહ્યો છે તો વિશિષ્ટ બ્રાઈડલ કલેક્શન માટે આ તમારું અંતિમ સ્થળ હશે. ત્રણ દિવસ સુધી તમને નવી ડિઝાઇનવાળી જ્વેલરી જોવા મળશે. જ્યારે લગ્નની સિઝન આવવાની હોય છે, ત્યારે અમારા પાર્ટિસિપન્ટ્સ તેના છ-સાત મહિના પહેલા નવી ડિઝાઇનવાળી જ્વેલરી બનાવે છે. ગ્રાહકો એવું પણ માને છે કે અમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય તો તેઓ સુરત જ્વેલરી શોની આતુરતાથી રાહ જુએ છે.
કાંતિલાલ જ્વેલર્સના જીમી ચોકસીએ જણાવ્યું કે અમે 75 વર્ષથી સુરતમાં કામ કરીએ છીએ. અમે ત્રીજી વખત સુરત જ્વેલરી શોમાં પ્રદર્શન કરી રહ્યા છીએ. આ એક્ઝિબિશનમાં પોલકી અને ગોલ્ડનું હેવી બ્રાઈડલ કલેક્શન રાખવામાં આવ્યું છે. હેરિટેજ, કુંદન અને જડાઈ જેવા સુરતના ગ્રાહકો વધુ કામ કરે છે. ત્રણ દિવસના એક્ઝિબિશન દરમિયાન શહેરના રહેવાસીઓએ અહીં આવવા માટે સમય ફાળવવો જ જોઇએ અમે નવી ડિઝાઇનની જ્વેલરી પ્રદર્શિત કરી છે.
દાગીના જ્વેલર્સના પુષ્કર ઓઝાએ જણાવ્યું કે અમારો શોરૂમ ઘોડદૌદ રોડ પર છે અને છેલ્લા 23 વર્ષથી સુરતમાં કાર્યરત છે. હેરિટેજ, વિક્ટોરિયન અને એન્ટિક ડિઝાઇનના નવા આભૂષણો છે. નવા ગ્રાહકો આ પ્લેટફોર્મ સાથે જોડાય છે. ગ્રાહકોને નવી ડિઝાઇન રજૂ કરી રહ્યા છીએ. વરાછા કતારગામમાં મોટા ગ્રાહકો છે, તેથી આ વિસ્તારમાં એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.