૧૦મીએ સુરત શહેરની ૧૦ વિધાનસભાઓમાં નવનિર્મિત પી.એમ.આવાસો, BLC આવાસોના ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ
શહેરના પાલનપોર ખાતે નવનિર્મિત સુમનલીપીના લાભાર્થી સાથે વડાપ્રધાન સંવાદ કરશે

સુરતઃ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજયભરમાં નિર્માણ કરાયેલા એક લાખથી વધુ પી.એમ.આવાસો તેમજ લાભાર્થીઓ દ્વારા નિર્મિત BLC આવાસોનું તા.૧૦મી ફેબ્રુઆરીએ બપોરે ૧૧:૩૦ વાગ્યે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ-લોકાર્પણ કરાશે. જેના ભાગરૂપે તમામ વિધાનસભાઓ અંતર્ગત સુરત શહેરની ૧૦ વિધાનસભાઓમાં આવાસોના ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાશે.
સુરત શહેરમાં ૧૫૯-સુરત પૂર્વમાં ગોપી તળાવ-નવસારી બજાર ખાતે, ૧૬૦-સુરત નોર્થમાં કયોક હોસ્પિટલની સામે-લાલ દરવાજા ખાતે, ૧૬૧-વરાછામાં જળક્રાંતિ મેદાન-ફૂલપાડા-વરાછા ખાતે, ૧૬૨-કરંજ વિધાનસભામાં શ્યામપ્રસાદ મુખર્જી કોમ્યુનિટી હૉલ-આઇમાતા રોડ ખાતે, ૧૬૩ લિંબાયતમાં નિલગિરી ગ્રાઉન્ડ-લિંબાયત ખાતે, ૧૬૪-ઉધના વિધાનસભામાં વિજયાનગર સ્ટેડિયમ-રામનગર પાસે, ૧૬૫-મજૂરા વિધાનસભામાં અલથાણ બસ ડેપો-સોહમ સર્કલ ખાતે, ૧૬૬-કતારગામ વિધાનસભામાં ડિસ્ટ્રિક્ટ સેન્ટર-સુમન દર્શન આવાસ પાસે-સિંગણપોર ખાતે, ૧૬૭ સુરત પશ્ચિમ વિધાનસભામાં એસ.એમ.સી પાર્ટી પ્લોટ-જહાંગીરબાદ ખાતે તેમજ ૧૬૮ ચોર્યાસી વિધાનસભામાં પ્લોટ નં સી-૧૯, સચિન વાંઝ ચાર રસ્તા સચિન સહિત ૧૦ વિધાનસભાઓમાં યોજાનારા કાર્યક્રમોમાં મંત્રીઓ, ધારાસભ્યો સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના આવાસોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ગૃહ પ્રવેશ કરાવવામાં આવશે.
સાથે જ શહેરના સેવન સ્ટેપ સ્કુલની પાસે, રોયલ ટાઇટેનિયમ કોમ્પલેક્ષની સામે,કેનાલ રોડ, પાલનપોર સ્થિત સુમન લીપી ખાતે વડાપ્રધાનશ્રી લાભાર્થી સાથે સંવાદ કરશે.