સુરત

ડુમસની ઈજારદાર ફેમીલી સમાજમાં પ્રેરણારૂપ ચીલો પાડે છે

ધ્યેય ઇજારદારના જન્મદિન નિમિત્તે સીવીલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને ૧૨૦૦ અનાજની કીટનું વિતરણ

સમાજમાં છેવાડાનો માણસ કેવી દારૂણ સ્થિતિમાં જીવે છે, તેને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તેની વાસ્તવિકતાનો અહેસાસ કરાવવા અને સમાજ સેવા માટે પ્રેરિત કરવાના શુભ ઈરાદાથી ડુમસ વિસ્તારના સામાજિક કાર્યકર દિપક ઈજારદાર રવિવાર તા. ૨૧મી ડિસેમ્બરના રોજ પોતાના એક ના એક દિકરા ધ્યેય ઈજારદારને તેના ૧૯ માં જન્મદિન નિમિત્તે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે તેડી ગયા હતા અને તેના હસ્તે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગરીબ દર્દીઓને ૧૨૦૦ જેટલી અનાજની કીટનું વિતરણ કર્યું હતું.

દર્દીઓએ પણ ધ્યેય ઈજારદારને અંતરના આશિર્વાદ આપ્યા હતા અને હોસ્પિટલમાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. આ પ્રસંગે હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ, હોદ્દેદારો અને નર્સિંગ સ્ટાફ પ્રમુખ ઈકબાલ કડીવાલા વિગેરે ઉપસ્થિત રહયાં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ દિપક ઈજારદારે તેમના પિતા અને સ્વાતંત્ર્ય સેનાની ધીરૂભાઈ ઈજારદારની પુણ્યતિથિ નિમિત્તે દર્દીઓને રોજે રોજની સારવારમાં ઉપયોગી બને તે માટે આશરે સાડા ચાર લાખની કિંમતના અત્યાધુનિક મેડીકલ ઈકિવમેન્ટસ સુરત નવી સીવીલ હોસ્પિટલને દાનમાં આપ્યા હતા. ત્યારબાદ કદકડતી ઠંડીથી બચાવ માટે ૧૨૦૦ જેટલા દર્દીઓને ગરમ ધાબળાની વહેંચણી કરી હતી. આ રીતે ગરીબ પરિવારો માટે તેઓની દાનની સરવાણી સતત વહેતી રહે છે. જે સમાજમાં અન્ય સમર્થ પરિવારો માટે પણ પ્રેરણારૂપ બની છે.

દિવસભર ચાલેલી જન્મદિનની ઉજવણી દરમિયાન તેમના નિવાસ સ્થાને વડીલ વંદના, સત્યનારાયણ કથા, પ્રસાદ વિતરણ, કેક કટીંગ અને આતશબાજીના કાર્યક્રમો યોજાયા હતા. સ્થાનિક રહીશો અને ઉપસ્થિત હિતેચ્છુઓએ દિપક ઈજારદારની પારિવારિક શાનદાર ઉજવણી અને દિકરા ધ્યેય ઈજારદાર હસ્તક ગરીબોની સેવાના પ્રયાસોને ખૂબ બિરદાવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button