ઓટો એક્ષ્પોને કારણે એકઝીબીટર્સને ૧૦૦ કાર સહિત ર૦૦થી વધુ વાહનોનું બુકીંગ મળશે
૧૦૦થી લઇને પ૦૦ સુધીની જેન્યુન ઇન્કવાયરી જનરેટ થઇ, જેમાંથી આશરે ૧૦ ટકા બુકીંગમાં કન્વર્ટ થશે

સુરત. સુરત ખાતે ‘સુરત ઈન્ટરનેશનલ ઓટો એક્ષ્પો–ર૦ર૪’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું આજે સમાપન થયું હતું. આ ઓટો એક્ષ્પોમાં દરેક એકઝીબીટર્સને અપેક્ષા કરતા વધારે પ્રતિસાદ મળ્યો હતો, આથી તેઓએ આવનારા ઓટો એક્ષ્પોમાં ભાગ લેવા માટે અત્યારથી જ ઉત્સાહ દર્શાવ્યો હતો.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ઓટો એક્ષ્પોમાં વિવિધ બ્રાન્ડની કાર, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ, ઓટો એસેસરીઝ, સ્પેરપાટર્સ તથા વર્કશોપને લગતી મશીનરી અને ટુલ્સનું પ્રદર્શન કરનારા બધા જ એકઝીબીટર્સ દ્વારા સ્પેશિયલ ઓફર, ડિસ્કાઉન્ટ અને સ્કીમ આપતા એકઝીબીટર્સને લોકોનો અદ્ભુત પ્રતિસાદ મળ્યો હતો.
સુરત ઈન્ટરનેશનલ ઓટો એક્ષ્પો–ર૦ર૪ના ચેરમેન મેહુલ દેસાઇએ જણાવ્યું હતું કે, કેટલાક કાર અને ટુ વ્હીલરના એકઝીબીટર્સને ૮થી ૧૦ ગાડીઓનું બુકીંગ ઓન ધ સ્પોટ મળ્યું હતું. હવે માત્ર પેપર વર્ક તથા અન્ય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ૧૦૦થી વધુ પેસેન્જર વ્હીકલ્સ તથા ર૦૦થી વધુ ટુ વ્હીલર્સનું વેચાણ થવાની સંભાવના છે. જ્યારે કોમર્શિયલ વ્હીકલમાં પણ ર૦થી વધુ વાહનોનું વેચાણ થવાની સંભાવના છે.
ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે યોજાયેલા ઓટો એક્ષ્પોમાં પહેલા દિવસે ૭૩૭૦, બીજા દિવસે ૧ર૭૩૦, ત્રીજા દિવસે રવિવારે ૩૦૧ર૦ અને આજે ચોથા દિવસે ૧૦ર૪૦ વિઝીટર્સ મળી કુલ ૬૦૪૬૦ લોકોએ ઓટો એક્ષ્પોની મુલાકાત લીધી હતી. જેને કારણે એકઝીબીટર્સને અદ્ભુત પ્રતિસાદ મળ્યો હતો.