દ્રૌપદી મુર્મુએ ગ્રહણ કર્યા રાષ્ટ્રપતિ પદના શપથ,કહ્યું- ગરીબો પણ સપનું જોઈ શકે છે
નવી દિલ્હી, દ્રૌપદી મુર્મુએ સોમવારે ભારતના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) NV રમનાએ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પદના શપથ લેવડાવ્યા. મુર્મુ દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ છે. તે સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળનાર પ્રથમ આદિવાસી મહિલા અને સ્વતંત્ર ભારતમાં જન્મ લેનાર પ્રથમ રાષ્ટ્રપતિ પણ છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, “મારા માટે એ ખૂબ જ સંતોષની વાત છે કે જેઓ સદીઓથી વંચિત છે, જેઓ વિકાસના લાભોથી દૂર છે, તે ગરીબ, દલિત, પછાત અને આદિવાસીઓ મારામાં તેમનું પ્રતિબિંબ જોઈ રહ્યા છે. મારા દેશની આ ચૂંટણીમાં ગરીબોના આશીર્વાદ, દેશની કરોડો મહિલાઓ અને દીકરીઓના સપના અને સંભાવનાઓની ઝલક છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ઔપચારિક સલામી આપવામાં આવી હતી. તેમની સાથે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ હાજર હતા.
#WATCH | Delhi: President Droupadi Murmu receives a ceremonial salute at the forecourt of the Rashtrapati Bhavan. Former President Ram Nath Kovind also present with her. pic.twitter.com/2qtKnK0pKC
— ANI (@ANI) July 25, 2022
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના સેન્ટ્રલ હોલમાં તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાનો, કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી અને અન્ય મહાનુભાવોનો આભાર માન્યો હતો અને નેતાઓએ તેમને અભિનંદન આપ્યા હતા.