એજ્યુકેશન

ડીપીએસ બોપલના ‘કલાંજલિ’ કાર્યક્રમે બાળ પ્રતિભાઓને મુક્ત મને ખીલવાની તક પૂરી પાડી

અમદાવાદ : દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલ, અમદાવાદ એ બાબતમાં દૃઢ વિશ્વાસ ધરાવે છે કે દરેક બાળક પ્રતિભાશાળી છે, તેમને માત્ર ઇચ્છાશક્તિ, મહત્વકાંક્ષા અને ખંત ઉપરાંત આ પ્રતિભાને ખીલવવા માટે સમયસર તકની જરૂર છે. ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓન તેમની વિશિષ્ટ પ્રતિભાને મુક્ત રીતે રજૂ કરી શકે તે માટે તેમને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે શાળા દ્વારા એક શાનદાર કાર્યક્રમ ‘કલાંજલિ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આપણા યુવા સિતારાઓની પ્રતિભાને એક તાંતણે બાંધતી આ વાઇબ્રન્ટ ઉજવણીમાં સ્કિટ્સ, ડાન્સ, ફેશન શો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં તેમની શીખવાની સફર અને વૃદ્ધિને રજૂ કરાઈ હતી

વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ શીખવાના અનુભવો હાંસલ કરવા ઉપરાંત વિવિધ વિષયો પરના પોતાના જ્ઞાનની અત્યંત આત્મવિશ્વાસ અને ગૌરવપૂર્ણ રીતે રજૂઆત કરતા સ્ટેજ પરનો માહોલ અત્યંત ઉર્જામય બની રહ્યો હતો. વિવિધ ડાન્સ પરફોર્મન્સમાં સંસ્કૃતિઓ અને અભિવ્યક્તિઓનું રંગબેરંગી મિશ્રણ દર્શાવવામાં આવ્યું હતું. કલાંજલિએ પૂરા પાડેલા અભૂતપૂર્વ મનોરંજન અને મસ્તીની સાથે સાથે જ તેણે ‘એમેઝિંગ ફેક્ટ્સ’ તથા ‘કૌન બનેગા ચેમ્પિયન- કેબીસી’ જેવા કાર્યક્રમો દ્વારા જ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓના આકર્ષવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમોએ યુવાનોના મનમાં ઉત્સુકતા જગાવી હતી. સબ્જેક્ટ સ્ટોલ્સમાં એક મિનિટની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યંગ લર્નર્સ અને તેમના વાલીઓએ ગમ્મત સાથે જ્ઞાનનો આનંદ માણ્યો હતો.  વ્યાકરણની રમતોમાં મુલાકાતીઓની ભાષાની કુશળતાની ચકાસણી કરાઈ હતી.  જ્યારે પર્યાવરણીય અભ્યાસો અને હિન્દીને સમર્પિત સ્ટોલ્સ વિષયોની ઊંડી સમજ પૂરી પાડતા હતા. આ રમતોએ વિદ્યાર્થીઓની શૈક્ષણિક વિભાવનાઓને મજબૂત બનાવવાની સાથે સાથે જ માતાપિતા અને બાળકો વચ્ચેના જોડાણને પણ વધુ દૃઢ બનાવ્યું હતું.

બાળકોની શાળાકીય સફરની ઊંડી સમજ પર ભારત મુકતા આ ઈવન્ટમાં પોતાના બાળકોના આત્મવિશ્વાસપૂર્ણ અને રચનાત્મક પ્રદર્શનના સાક્ષી બનીને  વાલીઓ ગૌરવાન્વિત થયા હતાં. સમગ્ર માહોલમાં અનેરા જુસ્સા અને રોમાંચ સાથે જુનિયર ડિપ્સાઈટ્સની સિદ્ધિઓ અને સર્વગ્રાહી શિક્ષણની ઉજવણી કરાઈ હતી. આપણા યંગ લર્નર્સ સતત તેજસ્વી બની ઝળકતા રહે તે માટે કલાંજલિ દર વર્ષે તેમના મનમાં શીખવાની અને સર્જનાત્મકતાની ભાવનાને પ્રોત્સાહન આપવાની પ્રવૃત્તિ જાળવી રાખશે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button