ધર્મ દર્શનસુરત
સુરતની ડોક્ટર અદિતિ મિત્તલે ચંદ્રયાન થીમ પર સાબુથી બનાવ્યું ગણેશજીની વિશાળ મૂર્તિ
2655 કિલો કેમિકલ ફ્રી સાબુનો ઉપયોગ કર્યો છે.
સુરતની ડોક્ટર અદિતિ મિત્તલે સાબુમાંથી એક વિશાળ મૂર્તિ બનાવ્યું છે. ડૉ. અદિતિ મિત્તલે સુરતના ડુમસમાં વી આર મોલમાં ચંદ્રયાન થીમ પર ગણેશની વિશાળ મૂર્તિ બનાવી. તેને બનાવવા માટે તેણે 2655 કિલો કેમિકલ ફ્રી સાબુનો ઉપયોગ કર્યો છે.
પ્રતિમાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 28.38 ફૂટ છે. ડો. અદિતિ મિત્તલે જણાવ્યું કે વિશાળ પ્રતિમા 30 સપ્ટેમ્બર સુધી વીઆર મોલમાં રહેશે. આ પછી તેને હોસ્પિટલ, સ્કૂલ અને નજીકની ઝૂંપડપટ્ટીમાં વહેંચવામાં આવશે. પ્રતિમા બનાવવામાં સાત દિવસનો સમય લાગ્યો હતો.