સુરતઃ વડાપ્રધાનશ્રીના લધુમતી કલ્યાણ માટેની ૧૫ મુદ્દા અંગેની જિલ્લા અમલીકરણ સમિતિની બેઠકની જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા તથા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, આઈ.ટી.આઈ., આરોગ્ય, સમાજ કલ્યાણની કચેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, લધુમતીના સ્વસહાય જુથોને આપવામાં આવતી સહાય અંગેની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીએ સૌ વિભાગના અધિકારીઓને લધુમતીના કલ્યાણ માટે જે તે વિભાગો દ્વારા આપવામાં આવતી સહાયની વિગતોનો રીપોર્ટ નિયમિત મોકલી આપવા જણાવ્યું હતું. બેઠકમાં નિવાસી અધિક કલેકટર વાય.બી.ઝાલા, વિકાસતિ જાતિના જિલ્લા નાયબ નિયામક એમ.એમ.જોષી તથા અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.