તાલીમાર્થીઓને ભારત સરકાર દ્વારા સર્ટિફિકેટ વિતરણ
ભારત સરકાર ના વસ્ત્ર મંત્રાલય અંતર્ગત આવતા સેન્ટ્રલ સિલ્ક બોર્ડ દ્વારા ટેક્સ્ટાઇલ ક્ષેત્ર માં રોજગાર નિર્મિતિ માટે સમર્થ સ્કીમ ચલાવવા માં આવે છે આ સમર્થ સ્કીમ માં દેશ ના અસંઘષ્ઠિત અને સંઘઠિત ક્ષેત્ર ના રોજગારી ને સ્કિલ સાથે રોજગાર આપવાની યોજના છે.
સુરત શહેર ખાતે સૌપ્રથમ વાર આદ્યશ્રી જ્ઞાનકેન્દ્ર અને ટ્રેનિંગ કન્ફેડરેશન અને સેન્ટ્રલ સિલ્ક બોર્ડ સાથે ટ્રેનિંગ સેન્ટર શરુ કરવામાં આવેલ છે જે ના ભાગરૂપે આજે સંજીવ કુમાર ઑડિટોરિયમ ખાતે રોજગાર મેલા અને ટ્રેનિંગ પૂર્ણ કરેલ છે તેવા તાલીમાર્થીઓને ભારત સરકાર દ્વારા સર્ટિફિકેટ વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.
આ કાર્યક્રમ માં ભારત સરકાર ના ટેક્સ્ટાઇલ અને રેલ્વે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ જી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સેન્ટ્રલ સિલ્ક બોર્ડ ના સભ્ય સચિવ માનનીય શ્રી રજિત રંજન ઓખાંડીયાર સાહેબ નું વિશેષ માર્ગદર્શન અને નેતૃત્વ માં કાર્યક્રમ થયો હતો. આ કાર્યક્રમ માં રાજ્ય ના અનુસૂચિત જાતિ, જનજાતિ, અસંઘઠિત ક્ષેત્ર ના રોજગારો, મહિલાઓ વિધાર્થીઓ ટેક્સ્ટાઇલ ક્ષેત્ર માં કામ કરતા રોજગારો માટે રોજગાર મેલા નું આયોજન કરવામાં આવેલ હતું જ્યાં તેમને માર્ગદર્શન સાથે યોગ્ય સૂચનો દ્વારા રોજગાર મેળવવા માટે ની માહિતી આપવામાં આવી હતી તેમજ આ સમર્થ સ્કીમ સાથે જોડવામાં આવ્યા હતા
આ કાર્યક્રમ માં ગુજરાત રાજ્ય માં શેહતૂત ની ખેતી માટેનું અને સમર્થ સ્કીમ નું પણ વિશેષ માર્ગદર્શન ડો. સિદ્દીક અહેમદ જી દ્વારા આપવામાં આવ્યું હતું. એની સાથે ગુજરાત રાજ્ય માં શેરી ક્લયર ના વિકાસ માટે અને આ ક્ષેત્રમાં સ્કિલ રોજગારી મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવેલ છે.