ઓલપાડના દેલાડ પાટિયા પાસે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત અગ્રણીઓની અટકાયત

સુરતઃ આજ રોજ ભારતના ખેડૂતો દ્વારા એમ.એસ.પી.કાયદો બનાવી લાગુ કરવા, ખેડૂતો અને ખેતમજૂરોને પેંશન આપવા,જમીન સંપાદન કાયદો ૨૦૧૩ નો સુધારો રદ કરવા, ખેડૂતોના દેવા માફ કરવા, ખેતીમાં વપરાતા સાધનો અને ઓજારો ઉપર ટેક્ષ દૂર કરવા, ખેડૂતો ઉપર કરવામા આવતા અત્યાચાર બંધ કરવા, કૃષિ યુનિવર્સિટીનું ખાનગી કરણ બંધ કરવા સહિતની માગોને લઈ આપવામાં આવેલ “ભારત બંધ” ના એલાનના સમર્થમાં શાંતિ પૂર્વક ધરણા કરવા આવે
તે પૂર્વ જ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં દેલાડ પાટિયા ખાતે થી પોલીસ દ્વારા સહકારી અને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ પટેલ, જ્યેન્દ્રભાઈ દેસાઈ, ડી.એલ.પટેલ, ભરતભાઈ દેસાઈ, પ્રવીણભાઈ પટેલ, બળવંતભાઈ પટેલ, ડો.યોગેશભાઈ પટેલ, રમેશભાઈ ચૌહાણ, જયેશભાઇ રાઠોડ, કૌસિકભાઈ પટેલ, કેતનભાઈ દેસાઈ, યોગેન્દ્ર પટેલ, પાર્થ સુરતી, વિવેક પટેલ, ઈશ્વરભાઈ પટેલ,ભરતભાઈ પટેલ, અંકુરભાઈ સુરતી, શબ્બીર મલેક સહિતના અગેવાનોને ડિટેન કરવામાં આવેલ હતા.
સુરત જિલ્લાનાં ખેડૂતો પણ મક્કમતાથી પોતાના હક્ક માટે ની લડાઈમાં દિલ્હી – હરિયાણા – પંજાબ ની બોર્ડર ઉપર આંદોલન કરી રહેલા ખેડૂતોની સાથે છે. આગામી દિવસોમાં પણ ખેડૂતો યુનિયાનો દ્વારા જે કોઈ કાર્યક્રમો આપવામાં આવશે તે મુજબ સુરત જિલ્લામાં પણ કાર્યક્રમ આપવામાં આવશે.