મંદીમાંથી પસાર થઈ રહેલા હીરા ઉદ્યોગ માટે આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ
AAP દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાનને આવેદનપત્ર આપ્યું હતું
સુરત : ગુજરાતના હીરાઉધોગ વિશે સુપેરે પરિચિત હશો. દેશની GDP માં 7% નું યોગદાન આપનાર અને વિશ્વના જેમ્સ એન્ડ જવેલરી માર્કેટમાં 6.48 બિલિયન અમેરિકન ડોલરના ધંધા સાથે કુલ માર્કેટનો 29% હિસ્સો ઘરાવનાર તથા ભારતમાંથી થતા કુલ નિકાસમાં 15.71 % હિસ્સો ધરાવનાર હીરાઉધોગ દેશનો સૌથી મહત્વનો અને ભારતની પ્રતિષ્ઠામાં વધારો કરનાર ઉદ્યોગ છે.
છેલ્લા બે વર્ષથી આ ઉદ્યોગ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે. વૈશ્વિક મંદી, યુરોપ અને રશિયામાં યુદ્ધની સ્થિતિ તથા લેબ-ગ્રોન ડાયમંડને લીધે ગ્રાહકોમાં ઘટતો જતો ભરોસો, વગેરે જેવા અનેક કારણોને લીધે છેલ્લા બે વર્ષથી ગુજરાતનો હીરાઉધોગ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. વર્ષોથી હીરાઉધોગને પોતાની કર્મભૂમિ બનાવીને વેપાર કરતા નાના મોટા વેપારીઓ આ ઉદ્યોગ છોડીને જઈ રહ્યા છે.
આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે ગુજરાત અને દેશભરના યુવાનોને રોજગાર પુરો પાડતો હીરાઉદ્યોગ આજે મંદ પડતાં લાખો પરીવારોના ભરણ પોષણ અને અસ્તિત્વ સામે સવાલ ઊભો થયો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં 50 થી વધુ રત્નકલાકારોએ આર્થીક સંકડામણને કારણે આત્મહત્યા કરી છે. એક તરફ દેશમાં મોંઘવારીએ માઝા મુકી છે. ઘર ચલાવવા મુશ્કેલ બન્યા છે. સરકારની નીતિઓ અને અહંકારી વલણને લીધે એક સામાન્ય મધ્યમ વર્ગ પોતાના બાળકોને ભણાવી શકે તેવી સ્થિતિમાં નથી રહ્યો ત્યારે લોકોને આપની પાસે બીજી કોઈ આશા બચી નથી.
આ વખતના બજેટમાં ગુજરાતનો હીરાઉદ્યોગ તમારી સરકાર પાસે રાહત પેકેઝની આશા રાખીને બેઠો હતો, પણ તમારી સરકારે એક કાણીપાઈ પણ આપી નહી. દેશને મોટું વિદેશી હુંડીયામણ રળી આપનાર અને જ્યારે પણ તમારી પાર્ટીને ચૂંટણી જીતવા માટે ફંડની જરૂર પડી છે ત્યારે તમારા એક આદેશથી કરોડો રુપીયા આપનાર હીરાઉદ્યોગ આ સમયે તમારી પાસેથી મોટી આશા રાખીને બેઠો છે. તમારા મોટા ઉદ્યોગપતિ મિત્રોને તો જરુર નથી, પરંતુ નાનો વેપારી અને રત્નકલાકાર અનેક પરેશાનીઓનો સામનો કરી રહ્યો છે.
દેશમાં આજે અન્ય ક્ષેત્રોમાં પણ નોકરી કે વેપારની વધારે તકો નથી. જો આ ખરાબ સમયમાં નાનો વેપારી અને રત્નકલાકાર ટકી જશે તો આવનાર દિવસોમાં આ ઉદ્યોગને ફરીથી ઊભો કરી દેશે. પરંતુ જો આજે આ ઉદ્યોગ સાથે જોડાયેલા નાના માણસો અન્ય વ્યવસાય કે નોકરી તરફ વળી જશે તો પછી સારા સમયમાં સારા રત્નકલાકારો મળવા મુશ્કેલ બનશે.
હીરાઉદ્યોગને ટકાવી રાખવા માટે આર્થીક પેકેઝ આપવામાં આવે
– ગુજરાતના રત્નકલાકારોને અને નાના વેપારીઓને દર મહીને ૧૦ હજારની સહાય રકમ આગામી 6 મહિના માટે આપવામાં આવે.
– રત્નકલાકાર પર સ્થાનિક મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવતો વ્યવસાય વેરો નાબુદ કરવામાં આવે.
– “રત્નકલાકાર કલ્યાણ આયોગ”ની રચના કરીને કામદાર અઘિકાર કાયદા પ્રમાણેના લાભો આપવામાં આવે તથા જરૂરી કૌશલ્ય વિકાસ કાર્યક્રમો ચલાવવામાં આવે.