પુણા વિસ્તારમાં આપ દ્વારા હાઈટેન્શન લાઈન હટાવવાની માંગ
કામ નાં કરવું હોય તો ઘરે બેસી જાઓ, બાકી પ્રજાને હાલાકી થશે તો જોવા જેવી થશે: પાયલ સાકરીયા
સુરત મહાનગરપાલિકા વોર્ડ નં. 16 પુણા વિસ્તારમાં નાલંદા સ્કૂલ પાસે છેલ્લા કેટલાય મહિનાઓથી રસ્તા વચ્ચે હાઈટેન્શન લાઈન નાં મોટા મોટા થાંભલાઓ ખડકાઇ ગયેલ હોય, આમ આદમી પાર્ટી નાં સ્થાનિક કોર્પોરેટરોએ એ બાબતે વારંવાર રજુઆતો કરી હતી. કેટલાક મહિના અગાઉ એક થાંભલો પડી પણ ગયેલ હતો, જેમાં એક બાળકી ને ઈજાઓ પહોંચી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઇ નોહતી.
આ સંદર્ભે સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરીયા એ જણાવ્યું હતું કે, “વારંવાર રજુઆતો કરવાં છતા ગેટકો દ્વારા હાઈટેન્શન લાઈન હટાવવા માં ના આવતા, અમે અને અમારા સાથી કોર્પોરેટર શોભનાબેન કેવડિયા ત્યાં જ થાંભલા નીચે બેસી ગયા અને થાંભલા નીચેના વાયરો તાત્કાલિક હટાવવાની માંગ કરી અને થાંભલા ક્યારે હટશે એનો ચોક્ક્સ સમય આધિકારી જણાવે ત્યારેજ ઉભા થવા ની ચીમકી આપી હતી.”
પાયલ સાકરીયા એ વધુમાં જણાવ્યું હતું કે, GETCO નાં અધિકારીઓ વારંવાર ખોટું બોલીને જનતા ને ગેરમાર્ગે દોરે છે. GETCO તરફ થી જણાવવામાં આવે છે કે GEB શટડાઉન આપે એટલે અમે કામ કરીએ. GEB શટડાઉન નથી કરતી. GEB માં પૂછતાં જવાબ મળ્યો કે અમે તો આજે કહો તો આજે શટડાઉન આપીએ એમ છીએ. મતલબ GETCO નાં અધિકારીઓ ની જ કામચોરી દેખાય છે. હવે બોર્ડ ની exam શરુ થશે ત્યારે શટડાઉન આપશે? શું સામાન્ય પ્રજા અને વિદ્યાર્થીઓની કંઈ પડી નથી જવાબદારો ને?
આ સમગ્ર ઘટનાક્રમ ચાલતો હતો ત્યારે કાપોદ્રા પોલીસ સ્ટેશન નાં અધિકારીઓ આવ્યાં અને વિપક્ષ નેતા પાયલ સાકરીયા તેમજ ‘આપ’ નાં કાર્યકરોની અટકાયત કરવા માં આવી હતી.