ડેલા રિસોર્ટ એન્ડ એડવેન્ચરે પૂણેમાં રૂ. 1,100 કરોડની થીમ આધારિત મેગા ટાઉનશિપ માટે હીરાનંદાની કમ્યૂનિટીઝ અને ક્રિસલા ડેવલપર્સ સાથે જોડાણ કર્યું

સુરત – ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે સૌપ્રથમ કહી શકાય તેવી પહેલમાં ડેલા રિસોર્ટ્સ એન્ડ એડવેન્ચરે રૂ. 1,100 કરોડની આવકની સંભાવના સાથે પૂણેમાં એક અભૂતપૂર્વ, રેસકોર્સ થીમ સાથેની મેગા ટાઉનશિપ લોન્ચ કરવા હીરાનંદાની કમ્યૂનિટીઝ અને ક્રિસાલા ડેવલપર્સ સાથે પ્રોપરાઇટરી CDDMOTMમોડલ પર હસ્તાક્ષર કર્યા છે. આ થીમ આધારિત હોસ્પિટાલિટી મોડલ 9 ટકા સુધીના આરઓઆઈની ઉપજની સંભાવના સાથે રિયલ એસ્ટેટમાં નવો ઇન્વેસ્ટમેન્ટ ક્લાસ રજૂ કરશે.
પૂણેના ઝડપથી વિકસતા નોર્થ હિંજેવાડીમાં 40 એકરમાં પથરાયેલી આ ટાઉનશિપમાં 8 એકર રેસકોર્સ અને ઇન્ટરનેશનલ પોલો ક્લબ, 128 પ્રાઇવેટ વિલા પ્લોટ્સ, 112 રિસોર્ટ પ્રાઇવેટ રેસિડેન્સીસ, 300 કી સાથે 5 સ્ટાર લક્ઝરી રિસોર્ટ, 9 વેડિંગ ડેસ્ટિનેશન સ્થળો, 12 કોર્પોરેટ અને MICEસ્થળો, એક્સ્ટ્રીમ એડવેન્ચર પાર્ક, ડેલા રેન્જ ગોલ્ફ, વેલનેસ ફેસિલિટીઝ અને ડેલાની સિગ્નેચર ડિઝાઇન ભાવનાઓ દ્વારા રચિત પ્રયોગાત્મક જગ્યાઓ હશે. ટાઉનશિપની કન્ટેમ્પરરી ઓર્ગેનિક અને બ્રિટિશ કોલોનિયલ આર્કિટેક્ચરલ તથા ડિઝાઇન સ્ટાઇલ નવી પેઢીના ઘરમાલિકો તથા રોકાણકારોની સુંદરતા અંગેની પસંદગીઓ સાથે ગહન રીતે જોડાય છે જેઓ પ્રયોગાત્મક જીવન, સ્થિર વળતર તથા લાંબા ગાળે સંપત્તિમાં વૃદ્ધિમાં માને છે.
આ ઐતિહાસિક સિદ્ધિ પાછળના વિઝન અંગે ડેલા રિસોર્ટ્સ એન્ડ એડવેન્ચરના સ્થાપક અને ચેરમેન જિમ્મી મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ કેવળ વધુ એક ટાઉનશિપ નથી, તે ભારતમાં અગાઉ કદી ન જોયેલા રિયલ એસ્ટેટ મોડલનો ઉદ્ભવ છે. અમારા CDDMOTM અભિગમ સાથે અમે રિયલ એસ્ટેટને પ્રોડક્ટમાંથી અનુભવમાં તથા સ્ટેટિક એસેટથી ગતિશીલ, ઉપજ આપતા રોકાણમાં પરિવર્તિત કરી રહ્યા છીએ. આવું પહેલી વખત છે જ્યારે રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ 3 ટકાના ઉદ્યોગના નિયમ કરતાં વધુ વળતર ઓફર કરી રહ્યું છે અને પરંપરાગત અપેક્ષાઓથી આગળ વધીને રિયલ એસ્ટેટ રોકાણો પર 9 ટકા સુધીના બાંયધરીપૂર્વકના વળતર આપી રહ્યું છે.
હીરાનંદાની કમ્યૂનિટીઝના ચેરમેન ડો. નિરંજન હીરાનંદાનીએ પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તનો આવી રહ્યા છે જે ઇન્ટિગ્રેટેડ, વન-સ્ટોપ ડેસ્ટિનેશન્સમાં જીવનશૈલી પર કેન્દ્રિત રહેવા માટેની ઘરમાલિકોની વધતી આકાંક્ષાઓ દ્વારા સંચાલિત છે.
આ સહયોગથી ઉત્સાહિત, ક્રિશાલા ડેવલપર્સના સીએમડી શ્રી સાગર અગ્રવાલે જણાવ્યું હતું કેહીરાનંદાની કમ્યૂનિટીઝ સાથે અમે જે 105 એકરની ઇન્ટિગ્રેટેડ ટાઉનશિપની કલ્પના કરી છે તે સ્કેલ, ટકાઉપણા અને સ્માર્ટ શહેરીકરણના સ્તંભો પર બનેલી છે. ડેલા ટાઉનશિપ્સ સાથે અમારો 40 એકરનો સહયોગ ક્રિશાલા ડેવલપર્સની મુખ્ય શક્તિનું કુદરતી વિસ્તરણ છે જે દ્રષ્ટિ અને મૂલ્ય બંનેને ઉન્નત બનાવે છે.