
સુરત : વરાછા કમલ પાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતન શાળાના વિદ્યાર્થીઓએ આ વર્ષે પણ સખત મહેનત,આયોજન પૂર્વકની રાઉન્ડ ટેસ્ટ અને શિક્ષકોના યોગ્ય માર્ગદર્શનને ભાડાના મકાનમાં રહેતી હીરામાં કામ કરતા શામજીભાઈની દીકરી વાળા જ્યોત્સનાએ કારણે A1 ગ્રેડ અને તેમજ 8 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવેલ છે. શાળાના નવતર પ્રયોગ અનુસાર વર્ષના શરૂઆતથી રીડિંગ રિપોર્ટ અભિયાનને વિદ્યાર્થીઓ દ્વારા સફળ બનાવી,વાલીશ્રીના યોગ્ય સહકાર,શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની ખંત પૂર્વકની મહેનત આજે ખરેખર વિદ્યાર્થીઓના રીઝલ્ટ શ્રેષ્ઠ મેળવવા માટે જવાબદાર સાબિત થઈ છે..
આ તકે શાળાના પ્રમુખ શ્રી ડો. ધીરુભાઈ પરડવા આચાર્ય ડો. રજિતા તુમ્મા તેમજ શાળાના નિયામક ડો. ચંદુભાઈ ભાલીયા તથા શાળાના શિક્ષાઓએ વિદ્યાર્થીઓને અભિનંદન આપીને પ્રોત્સાહિત કર્યા હતા. રીઝલ્ટ પરથી એ તો ચોક્કસ કહી શકાય કે અભ્યાસ માટે સુવિધા નહીં પરંતુ યોગ્ય માર્ગદર્શન અને વિદ્યાર્થીની મહેનત જ શ્રેષ્ઠ રીઝલ્ટ અપાવી શકે છે.
અર્ચના વિદ્યા નિકેતન શાળાની વિદ્યાર્થીની કે જે જેના પિતા હીરામાં કામ કરે છે અને ભાડાના મકાનમાં રહે છે. જેમના ઘરે વાંચવા માટે પૂરતી જગ્યાનો પણ અભાવ હતો. વિદ્યાર્થીની વાળા જ્યોત્સના શામજીભાઈ જે શાળા સમયબાદ ઘરે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી શાળામાં જ વાંચન માટે આવી તૈયારી કરી A1 ગ્રેડ મેળવ્યો. દીકરીનું ઉચ્ચ પરિણામ જોઈ પિતાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. સારા પરિણામ માટે ઘરે તમામ સુવિધા હોય તે જ જરૂરી નથી, ભગવત ગીતાનું વાંચન, શિક્ષકોનું શ્રેષ્ઠ માર્ગદર્શન અને મારી સખત મહેનતના કારણે જ મારું શ્રેષ્ઠ પરિણામ આવેલ છે. એવું આ દીકરીનું માનવું છે. શ્રેષ્ઠ પરિણામ લાવી દીકરીએ શાળા પરિવાર અને તેમના પરિવારનું ગૌરવ વધારેલ છે.