બિઝનેસ

ડાબર, આધુનિક પેકેજિંગ (પેકિંગ) અને જાગૃતિ અભિયાન સાથે આયુર્વેદને આજના ઉપભોક્તાઓની વધુ નજીક લાવશે

અમદાવાદ, 13 જાન્યુઆરી 2026 : વિશ્વની સૌથી મોટી આયુર્વેદિક હેલ્થકેર કંપની, ડાબર ઈન્ડિયા લિમિટેડે આજે એક મોટા વ્યૂહાત્મક કાર્યક્રમની શરૂઆતની જાહેરાત કરી છે. આ કાર્યક્રમમાં અનેક પહેલોનો સમાવેશ થાય છે, જેનો હેતુ આયુર્વેદને આધુનિક જીવનશૈલીની નજીક લાવવાનો અને આરોગ્ય પ્રત્યે જાગૃત નવી પેઢીના ઉપભોક્તાઓ માટે તેને વધુ આકર્ષક બનાવવાનો છે. હોલિસ્ટિક વેલનેસમાં વધતી વૈશ્વિક રૂચીને ધ્યાનમાં રાખીને, ડાબરની આ પહેલ ત્રણ મુખ્ય સ્તંભો પર કેન્દ્રિત છે: વ્યાપક આકર્ષણ માટે પેકેજિંગને આધુનિક બનાવવું; ‘આયુર્વેદ સંવાદ’ દ્વારા જ્ઞાનનું વહેંચાણ; અને આરોગ્ય શિબિરો દ્વારા સમુદાય સુધી પહોંચ બનાવવી.

આ અવસરે બોલતાં, ડો. નિતિન બેર્ડે, ડીજીએમ એથિકલ્સ, ડાબર ઈન્ડિયા લિમિટેડ એ જણાવ્યું કે, ડાબરે તેની આયુર્વેદિક દવાઓ અને એથિકલ પ્રોડક્ટ્સની સમગ્ર શ્રેણીને નવી, સમકાલીન (મોડર્ન) પેકેજિંગમાં રજૂ કરી છે. તેમણે કહ્યું, “નવી ડિઝાઇનમાં મજબૂત બ્રાન્ડ ઓળખ, ચટક રંગો અને વધુ સારી વાંચનીયતા સામેલ છે, જે સ્ટોરમાં પ્રોડક્ટની મજબૂત હાજરી અને ગ્રાહક જોડાણ સુનિશ્ચિત કરે છે. આ પરિવર્તન આયુર્વેદની પ્રામાણિકતાને જાળવી રાખતાં પરંપરાને આધુનિક સૌંદર્યબોધ સાથે જોડવાની ડાબરની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.”

ગ્રાહકોમાં જાગૃતિ વધારવા માટે, ડાબર અમદાવાદમાં પોતાનો મુખ્ય કાર્યક્રમ ‘આયુર્વેદ સંવાદ’ આયોજિત કરી રહ્યું છે. આ મંચ પર પ્રખ્યાત આયુર્વેદિક ડોક્ટરો અને સંશોધકોને ‘સંભાષા’ સત્રો અથવા ઇન્ટરેક્ટિવ ચર્ચાઓ માટે એકત્રિત કરવામાં આવશે. આ ચર્ચાઓના વિષયોમાં આયુર્વેદનો વૈજ્ઞાનિક આધાર, તેનો વ્યવહારુ ઉપયોગ અને આધુનિક જીવનશૈલીના પડકારોનો સામનો કરવામાં તેની ભૂમિકા શામેલ રહેશે. આ કાર્યક્રમનો હેતુ આયુર્વેદને દૈનિક જીવનમાં સામેલ કરવા માટે વ્યવહારુ વ્યૂહરચનાઓ તૈયાર કરવાનો અને નવા સંશોધનના માર્ગો ખોલવાનો છે. પોતાની સામાજિક જવાબદારીની પરંપરાને આગળ વધારતાં, ડાબરે દેશભરમાં આરોગ્ય શિબિરોના વિસ્તરણની યોજનાઓની પણ જાહેરાત કરી છે. આ શિબિરોમાં વંચિત સમુદાયોને મફત આરોગ્ય તપાસ, આયુર્વેદિક દવાઓ, ડાયગ્નોસ્ટિક તપાસો અને સારવાર પૂરી પાડવામાં આવશે. આ પહેલ સૌ માટે સમગ્ર આરોગ્યસેવાને સુલભ બનાવવાના ડાબરના લક્ષ્યને વધુ મજબૂત બનાવે છે.

ડૉ. બેર્ડે આગળ જણાવ્યું કે, “આયુર્વેદ માત્ર એક પ્રાચીન પરંપરા નથી, ડાબરમાં તે અમારા માટે આધુનિક વિજ્ઞાનનું એક ક્ષેત્ર છે. અમે આ મહાન જ્ઞાનના સંરક્ષક છીએ, પરંતુ તેના લાભોને મજબૂત પુરાવાઓ સાથે સાબિત કરવાની જવાબદારી પણ અમારી છે. તેથી જ અમે પ્રાચીન ગ્રંથોના જ્ઞાનને અદ્યતન સંશોધન, ક્લિનિકલ ટ્રાયલ્સ અને કડક ગુણવત્તા તપાસ સાથે જોડીએ છીએ. અમારા ઉત્પાદનો ‘પરંપરાથી માન્ય, વિજ્ઞાનથી પ્રમાણિત’ છે. પરંપરા અને આધુનિક પુરાવાનો આ સમન્વય જ આજની નવી પેઢી માટે આયુર્વેદને વિશ્વસનીય અને અસરકારક બનાવે છે. ઉપભોક્તાઓ ઝડપથી કુદરતી અને પ્રિવેન્ટિવ હેલ્થકેર ઉકેલોની શોધમાં છે, તેથી ડાબરની આ બહુઆયામી પદ્ધતિ એ સુનિશ્ચિત કરે છે કે આયુર્વેદ માત્ર પરંપરા નહીં, પરંતુ એક વિશ્વસનીય, આધુનિક આરોગ્ય પ્રણાલી છે, જે આજની ઝડપી જીવનશૈલીમાં સહેલાઈથી ફિટ થાય છે.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button