બિઝનેસ

ક્રોમાએ ભારતમાં 500 સ્ટોર્સનું સીમાચિહ્ન હાંસલ કર્યું

સુરત: ક્રોમાએ તેના 500માં સ્ટોરના શુભારંભ સાથે કંપનીની વૃદ્ધિ અને વિસ્તરણની સફરમાં નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. તેની સાથે હેપ્પી 500 ટુ યુ કેમ્પેઇનના લોંચ સાથે ઉજવણી કરાઇ રહી છે. તે દેશભરમાં ગ્રાહકોના આધારમાં સતત વિસ્તરણ માટે ઉચ્ચ-ગુણવત્તાયુક્ત ઇલેક્ટ્રોનિક્સ અને ઉત્કૃષ્ટ ગ્રાહક સેવા પ્રદાન કરવાની ક્રોમાની અતૂટ કટીબદ્ધતા ઉપર ભાર મૂકે છે.

આ નોંધપાત્ર સિદ્ધિના ભાગરૂપે ક્રોમાએ ગ્રાહકોનો આભાર વ્યક્ત કરવા માટે વિશેષ પ્રમોશન લોંચ કર્યું છે. 19 જૂનથી 23 જૂન દરમિયાન ક્રોમા સ્ટોર્સ, Croma.com અને ટાટા ન્યૂ ઉપર તમામ ગ્રાહકો ચેકઆઉટ પર કૂપન કોડ ‘H500TU’નો ઉપયોગ કરીને તેમની ખરીદી ઉપર 10 ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ મર્યાદિત સમયની ઓફર દ્વારા ક્રોમા વર્ષો દરમિયાન ગ્રાહકોના નિરંતર સહયોગ અને વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે આ પ્રમોશન વધુ વિશેષ છે કારણકે તેના ઉપયોગ ઉપર કોઇ નિયંત્રણ નથી અને તે ક્રોમા સ્ટોર, Croma.com અને ટાટા ન્યૂ સહિતની તમામ સેલ્સ ચેનલ ઉપર લાગુ છે.

ક્રોમા ઇન્ફિનિટી-રિટેઇલ લિમિટેડના ડેપ્યુટી સીઇઓ શિબાશિષે આ સીમાચિહ્ન વિશે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, અમારા 500માં સ્ટોરની શરૂઆત ખૂબજ વિશેષ છે કારણકે તે ગ્રાહકોની વધુ નજીક પહોંચવાની અમારી કટીબદ્ધતાને દર્શાવે છે. તેની સાથે અમે દેશના દરેક ખૂણા સુધી પહોંચ્યાં છીએ અને અમારી ઉપસ્થિતિનું વિસ્તરણ કરતાં રહીશું, જેથી દેશભરમાં વધુ લોકોને ગેજેટ્સ પ્રદાન કરી શકાય.

ક્રોમાએ તેની સફરની શરૂઆતથી સતત ઇનોવેશન અને ગ્રાહક-કેન્દ્રિત વ્યૂહરચના સાથે ઇલેક્ટ્રોનિક્સ રિટેઇલમાં દરેક ઘરમાં જાણીતું નામ બન્યું છે. આજે ક્રોમા ભારતના લાર્જ-ફોર્મેટ સ્પેશિયાલિસ્ટ ઓમ્ની-ચેનલ ઇલેક્ટ્રોનિક્સ રિટેઇલ છે, જે 180થી વધુ મોટા શહેરોમાં 550થી વધુ બ્રાન્ડની 16,000થી વધુ પ્રોડક્ટ્સ ઓફર કરે છે. આ વિશાળ પ્રોડક્ટ શ્રેણી અને વ્યાપક પહોંચ સુનિશ્ચિત કરે છે કે ગ્રાહક પાસે ઓનલાઇન અને ઇન-સ્ટોર ખરીદીમાં અદ્યતન અને બેસ્ટ ઇલેક્ટ્રોનિક્સની એક્સેસ હોય.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button