સુરત, ડિસેમ્બર માસ એટલે વર્ષના છેલ્લા દિવસો જ્યાં આખા વર્ષ દરમિયાન અવનવી એક્ટિવીટી જોવા મળતી હોય છે. આવી જ એક્ટિવીટી ક્રિસમસના દિવસોમાં લઇને આવી રહ્યું છે. છેલ્લા 8 વર્ષથી કાર્યરત હાફ ટિકીટ બાળકોને ધ્યાનમાં રાખી કુલ 40 જેટલી એક્ટિવીટી કરે છે.
આનો મુખ્ય હેતુ નાના બાળકોને પણ ક્રિસમસના દિવસોમાં નવું નજરાણું જોવા મળે તેમજ મોટા બાળકો તો ન્યુ યર પાર્ટી અને અનેક પ્રવૃત્તિથી ક્રિસમસ સેલીબ્રેટ કરતા હોય છે. પણ નાના બાળકોનું શું ? અને આ જ વિચારે આ વર્ષ 24 થી 26 ડિસેમ્બરના રોજ જમનાબા પાર્ટી પ્લોટ- વેસુ ખાતે હાફ ટિકિટનું આયોજન કર્યું છે. જેમાં ફ્રી એજ્યુકેશન વર્કશોપ, ફ્રી મુવી, છોટા ભીમની ટીમ થઇને કુલ 40 જેટલી એક્ટિવીટી કરવામાં આવે છે.
આ બધુ જ આયોજન અમિતભાઈ મિસાણી અને તેમના પાર્ટનર દિપકભાઈ દ્વારા થઇ રહ્યું છે. તેમનો મુખ્ય ઉદ્દેશ ભણતરની સાથે પ્રવૃત્તિ અને એજ્યુકેશનને ભાર આપ્યો છે. અને સુરત શહેરના તમામ માતા-પિતાને મુલાકાત માટે રજૂઆત કરી છે.