
મુંબઈ, સુરત 25 એપ્રિલ, 2025 : ક્લોથિંગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા (CMAI) દ્વારા આયોજિત 5મો FAB Show 2025 મુંબઈના ગોરેગાંવ સ્થિત બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે ભવ્યતાથી સંપન્ન થયો. દેશભરના 250 થી વધુ પ્રતિષ્ઠિત એક્ઝિબિટરો, 12,000 થી વધુ ટ્રેડ વિઝિટર્સ અને 19થી વધુ ઇન્ડસ્ટ્રી એસોસિએશન્સના પ્રતિનિધિઓએ ભાગ લીધો જેને કારણે આ એક્ઝિબિશન ભારતની ફેબ્રિક અને એક્સેસરીઝ ઇન્ડસ્ટ્રી માટે ઐતિહાસિક સાબિત થયું.
આ શોમાં કુલ 2,00,000 વર્ગફૂટ વિસ્તાર ધરાવતી પ્રદર્શનો યોજાઈ હતી, જે અત્યાર સુધીનું ભારતનું સૌથી મોટું ટેક્સટાઇલ-ફોકસ્ડ ઇવેંટ બન્યું છે.
ગુજરાત, ખાસ કરીને સુરતની ટેક્સટાઇલ ઉદ્યોગે આ શોમાં નોંધપાત્ર ઉપસ્થિતિ નોંધાવી. CMAI ગુજરાતના રીજનલ ચેરમેન અજય ભટ્ટાચાર્યએ માહિતી આપી કે આ વખતે SGCCI દ્વારા ‘સુરત પેવિલિયન’ તરીકે ખાસ વિસ્તાર આપવામાં આવ્યો હતો, જ્યાં 50 થી વધુ સુરત આધારિત ફેબ્રિક અને એક્સેસરીઝ મેન્યુફેક્ચરર્સએ તેમના ઇનોવેટિવ પ્રોડક્ટ્સ અને ડિઝાઈનો રજૂ કર્યા. સુરતના એક્ઝિબિટર્સ ટેક્સટાઇલ પ્રિન્ટિંગ, ડિજિટલ ફેબ્રિક ડેવલપમેન્ટ, એમ્બ્રોઈડરી તથા સસ્ટેનેબલ મટિરિયલ્સમાં આગળ રહ્યા.
શોના ઉદઘાટનના અવસરે માનનીય કાપડ મંત્રી *શ્રી સંજય સાવકારેએ* હાજરી આપી. આ વખતે છત્તીસગઢને *‘પાર્ટનર સ્ટેટ’* તરીકે રજૂ કરવામાં આવ્યું અને CMAI તથા છત્તીસગઢ સરકાર વચ્ચે MoU સહી કરવામાં આવ્યો. તેના અંતર્ગત રાજ્યમાં CMAI ફેસિલિટેશન સેન્ટર સ્થાપિત કરાશે. ત્રીજા દિવસે છત્તીસગઢના મુખ્યમંત્રી *શ્રી વિષ્ણુ દેવ સાય*એ પણ શોની મુલાકાત લીધી.
FAB Show 2025 દરમિયાન વિવિધ નોલેજ સેશનનું આયોજન કરવામાં આવ્યું જેમાં નીચેના વિષયો ખાસ રહ્યા
– AI અને ટેક્નોલોજીથી ગારમેન્ટ બિઝનેસમાં પરિવર્તન
– ટેક્સટાઇલ વેસ્ટમાંથી રેવેન્યૂ જનરેટ કરવાની શક્યતાઓ
– બ્રાન્ડ્સ માટે નવી સોર્સિંગ વ્યૂહરચનાઓ અને ચેન ટ્રાન્સફોર્મેશન
સસ્ટેનેબિલિટી આ વર્ષે શોની મુખ્ય થિમ રહી. શોમાં ખાસ Sustainability Pavilion બનાવવામાં આવ્યો જ્યાં 20થી વધુ એક્ઝિબિટર્સે ઇકો-ફ્રેન્ડલી ફેબ્રિક, ટ્રિમ્સ, પેકેજિંગ અને ટેક્નોલોજી રજૂ કરી. આ ઉપરાંત CEE અને GATSના સહયોગથી સર્ક્યુલારિટીના વિષય પર પણ Pavilion આવેલું.
વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે સુરત સ્થિત ફેશન ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ IDT દ્વારા રિસાયકલ પેટ બોટલ ફેબ્રિકમાંથી બનેલા યુનિક આઉટફિટ્સનું પ્રદર્શન પણ શોમાં થયું, જેને વ્યાપક પ્રશંસા મળી.
ફેશન શો દરમિયાન ઘણા મોટા રીટેલ બ્રાન્ડ્સના સોર્સિંગ હેડ્સ તથા ડિઝાઈનર્સ હાજર રહ્યા અને B2B મિટિંગ્સ દ્વારા નવા બિઝનેસ સંબંધો ઊભા થયા.
આઇવેન્ટ દરમિયાન CMAIના પ્રમુખ સંતોષ કટારિયા, માર્ગદર્શક રાહુલ મહેતા, FAB Show ના ચેરમેન તથા જનરલ સેક્રેટરી નવિન સાયનાણી, ટ્રેઝરર પરેશ વોરા, અને જ્વાઇન્ટ સેક્રેટરી મુકેશ જૈન વગેરેએ પ્રવૃત્તિઓને સફળતાપૂર્વક સંચાલિત કરી.
અજય ભટ્ટાચાર્યે ઉમેર્યું: “FAB Show 2025 એ સાબિત કર્યું છે કે ભારત, અને ખાસ કરીને સુરત હવે વૈશ્વિક સ્તરે ફેબ્રિક સોર્સિંગ માટે એક મજબૂત અને વિશ્વસનીય સ્થળ બની ગયું છે. ગુજરાતના ટેક્સટાઇલ ઊદ્યોગની શક્તિ અને સુરતની ડિઝાઇનિગ ઈનોવેશનને આ પ્લેટફોર્મે રાષ્ટ્રવ્યાપી ઓળખ આપી છે.”



