બિઝનેસસુરત

ગારમેન્ટ કોનક્લેવમાં સીએમએઆઈ ગુજરાત રીજીયોનલ ઓફિસનું સુરત સાંસદ દર્શનાબેન જરદોશ હસ્તે ઉદઘાટન કરાયું

સુરતઃ સીએમએઆઈ અને એસજીસીસીઆઈના સયુંક્ત ઉપક્રમે યોજાયેલાં ગારમેન્ટ કોનક્લેવમાં સીએમએઆઈ ગુજરાત રીજીયોનલ ઓફિસનું સુરત સાંસદ દર્શનાબેન જરદોશ હસ્તે ઉદઘાટન કરાયું

સીએમએઆઈ ગુજરાત રીજીયનના બોર્ડ ઓફ મેમ્બરના પણ નામો જાહેર કરાયાં જેમાં સીએમએઆઈ ગુજરાત રીજીયન ચેરમેન ડો.અજોય ભટ્ટાચાર્ય
તથા બોર્ડ મેમ્બરો પૈકી મયૂર ગોળવાલા, ગિરધર ગોપાલમુંદ્રા, વિકાસ પચેરીવાલ સાથે ઉદઘાટનમાં સીએમએઆઈના પ્રમુખ રાજેશ મસંદ, એસજીસીસીઆઈના પ્રમુખ હિમાંશુ બોડાવાલા, સેક્રેટરી ભાવેશ ટેલર, સીએમએઆઈના ઉપપ્રમુખ રોહિત મુંજલ અને જયેશ શાહ, જનરલ સેક્રેટરી સંતોષ કટારીયા અને સુરતના ઈન્ચાર્જ સેક્રેટરી નવીન સૈનાનિ, ચીફ મેન્ટર રાહુલ મહેતા, સીએમએઆઈ મેનેજિંગ કમિટીના 10 બોર્ડ મેમ્બરો મુંબઈ અને પુનેથી આવ્યાં હતાં.

આ પ્રસંગે દેશના પ્રતિષ્ઠિત સ્પીકર રાહુલ મિશ્રા, પ્રશાંત અગ્રવાલ, મનોહર ચટલાણી, રાજેષ ભેડા, સંતોષ કટારીયાએ પોતાના અનુભવો સભામાં હાજર 12 જેટલાં ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીયાલીસ્ટો સાથે શેર કર્યા હતાં. સીએમએઆઈના પ્રમુખ રાજેષ મસંદાએ સુરતના સીએમએઆઈ રીજીયોનલ ઓફિસ કરવા પાછળના કારણોનો ઉલ્લેખ કરી જણાવ્યું હતુંકે સીએમએઆઈ પાસે 60 વર્ષોનો અનુભવ છે. ભવિષ્યમાં સુરત ગારમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે સારી તકો છે. સીએમએઆઈ એમાં પોતાનો સહયોગ આપવા માંગે છે. એસજીસીસીઆઈ પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે સુરત ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને જો આગળ વધવું હોય તો એક માત્ર રસ્તો ગારમેન્ટ ઈન્ડસ્ટ્રી છે. સીએમએઆઈ ગુજરાત રીજીયનના ચેરમેન અજોય ભટ્ટાચાર્યએ દાવો કર્યો હતો કે આવતાં 3 વર્ષોમાં સુરતમાં ઓછામાં ઓછા એકથી દોઢ લાખ સ્ટીચીંગ મશીનો આવવાનાં છે.

સીએમએઆઈ અને એસજીસીસીઆઈ સાથે મળીને ઈવા કોનક્લેવ વર્ક શોપ, ઉદ્યોગ સાહસિક તાલીમ કાર્યક્રમો, ફેક્ટરી મુલાકાત માટે પ્રયત્નો કરાશે. કેન્દ્રીય રાજ્ય ટેક્સટાઈલ મંત્રીએ સુરતમાં ગારમેન્ટ અને ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીના ભવિષ્યનો ઉલ્લેખ કરી ભારત સરકાર દ્વારા દેશ ભરમાં ચાલતી ટેક્સટાઈલ યોજનાઓ વિશેની વિવિધ જાણકારીઓ આપી હતી.એમણે સુરતમાં આવતાં વર્ષોમાં ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીને કેવી રીતે સફળ કરી શકાય અને એમા સરકાર પુરેપુરો સહયોગ આપશે તેવી ખાતરી આપી હતી. સમગ્ર કોનક્લેવના મધ્યસ્થી એસજીસીસીઆઈના ગ્રુપ ચેરમેન ડો.બંદના ભટ્ટાચાર્યએ કર્યુ હતું.

એસજીસીસીઆઈના સેક્રેટરી ભાવેશ ટેલરે ઈનોગ્રેશન બાદ આભારવિધી કરી હતી. બે સિઝનમાં 6 વક્તાઓએ પોતાની રજૂઆતો કરી તેના આધારે પ્રશ્નોત્તરી થઈ હતી. ઈવામ પેનલે ચર્ચાના માધ્યમથી ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીના વિવિધ પ્રશ્નોની જાણકારી અને જ્ઞાન પીરસ્યું હતું.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button