સુરત

સુરત એરપોર્ટ પર ‘વંદે માતરમ્’ના મૂળ સ્વરૂપનું સમૂહગાન

ભારતના રાષ્ટ્રીય ગાન “વંદે માતરમ”ની ૧૫૦મી વર્ષગાંઠની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી

સુરત હવાઈમથક ખાતે ભારતના રાષ્ટ્રીય ગાન “વંદે માતરમ”ની ૧૫૦મી વર્ષગાંઠની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં CISFના અધિકારીઓ/કર્મચારીઓ, એરપોર્ટ સ્ટાફ, એરલાઇન પ્રતિનિધિઓ તેમજ મુસાફરોએ રાષ્ટ્રગીતનું સામુહિક ગાન કર્યું હતું. અને અંતે “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના જયઘોષથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું.

આ પ્રસંગે એ.એસ.જી કમાન્ડન્ટ  કુમાર અભિષેકે “વંદે માતરમ”ના ઐતિહાસિક મહત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે, આ ગીત માત્ર ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું પ્રતિક નથી. પરંતુ વંદે માતારમ દેશ પ્રત્યેના સમર્પણ, એકતા અને રાષ્ટ્રીય ગૌરવનો અવિસ્મરણીય સંદેશ આપે છે.

આ સાથે જ ઉપસ્થિત સૌ ‘સ્વદેશી અપનાવો’ના શપથ ગ્રહણ કરી ઘરેલૂ ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા સંકલ્પબદ્ધ થયાં હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button