એજ્યુકેશન

ધ રેડીયન્ટ ઇન્ટર નેશનલ સ્કૂલ અડાજણમાં ૨૧મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

સુરત : ધ રેડીયન્ટ ઇન્ટર નેશનલ સ્કૂલ અડાજણ ખાતે અડાજણ જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી,સુરત,તેમજ G.C.E.R.T ગાંધીનગર પ્રેરિત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,સુરતના સંયુક્ત ઉપક્રમે ૨૧મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું જેમાં મુખ્ય ઉદ્ઘાકટ તરીકે સુરત શિક્ષણના વડા જીલ્લા શિક્ષણ અધિકારી ડૉ ભગીરથસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા આ પ્રદર્શનમાં અધ્યક્ષ તરીકે જીલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય ડૉ સંજયસિંહ બારડ અને શાળાના પ્રમુખ શ્રી રામજીભાઈ માંગુકિયા ઉપસ્થિત રહ્યા હતા.

સુરત જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરી થી શિક્ષણનિરીક્ષક સંગીતા મિસ્ત્રી અને AEI મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.સાથે સાથે શાળાના ટ્રસ્ટી ગણ જીગ્નેશભાઈ માંગુકિયા, કિશનભાઈ માંગુકિયા, ઈશ્વરભાઈ માંગુકિયા, અને ગીરધરભાઈ આસોદરિયા મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીગણ અને શિક્ષક ગણનો ઉત્સાહ વધાર્યો હતો.

આ ૨૧મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુલ ૫૬ શાળા અને ૧૧૯ વિજ્ઞાન-ગણિતના મોડેલ અને પ્રોજેક્ટ રજુ થયા હતા જેને નિર્ણાયક દ્વારા કુલ ૫ વિભાગમાં નિરિક્ષન કર્યું હતું. જે વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ (STEM)ના મુખ્ય થીમ પર રજુ થયું હતું. આ કાર્યક્રમની શરૂઆત શ્રી ડૉ ભગીરથસિંહ પરમાર દ્વારા “શ્રી ફળ” યજ્ઞકુંડમાં વિના અગ્નિ પ્રજ્વલિત કરી કર્યું હતું અને શાળા અને શિક્ષક મિત્રોને “સંસ્કાર સાથે વિજ્ઞાન”નો શુભ સંદેશ આપ્યો હતો.

આ ૨૧મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો,ગ્રીન એનર્જી,નવીન ટેકનોલોજી,વિવિધ ગાણિતિક મોડેલ,આરોગ્ય અને સ્વચ્છતા તેમજ જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન ના અદ્ભુત અને નવીન વિચારો થી સજ્જ મોડેલ વિદ્યાર્થી અને શિક્ષકો ધ્વારા રજુ થઇ શાળા પ્રાંગણને વિજ્ઞાનમય બનાવી દીધું હતું.

ધ રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ના કેમ્પસ ડાયરેક્ટર  આશિષભાઈ વાઘાણી અને આચાર્ય  વિરલ એમ નાણાવટી દ્વારા ભાગ લેનાર દરેક શાળાને સ્મૃતિભેટ અને શુભેચ્છા પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. સાથે સાથે ૪૦૦ થી પણ વધુ શિક્ષકમિત્રો અને વિદ્યાર્થીમિત્રો સ્વરુચિ ભોજન સાથે લઇ એક સુંદર”ટીમ વર્ક”નો સંદેશો આપ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button