એજ્યુકેશનસુરત

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘ફેબ્રિક આઇડેન્ટીફિકેશન’ટ્રેઇનીંગ કોર્સના વિદ્યાર્થિઓને સર્ટિફિકેટ એનાયત કરાયા

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા કાપડ ક્ષેત્ર ઉપરાંત વિવિધ ક્ષેત્રની સાથે સંકળાયેલા યુવાઓ તેમજ ઉદ્યોગ સાહસિકોને સ્કીલ કરવાના એક પ્રયાસના ભાગરૂપે ‘ફેબ્રિક આઇડેન્ટીફિકેશન’ શોર્ટ ટર્મ ટ્રેનીંગ કોર્સની શરૂઆત કરવામાં આવી હતી. જેને જબરજસ્ત પ્રતિસાદ મળતા આ ટ્રેઇનીંગ કોર્ષની ૧૯મી મેચ આજે સફળ રીતે સંપન્ન થઇ હતી. આથી શનિવાર, તા. ર૬ નવેમ્બર, ર૦રર ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે સર્ટિફિકેટ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેમ્બરના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર, એસજીસીસીઆઇ એજ્યુકેશન એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરના હેડ અમરિષ ભટ્ટ તથા ફેકલ્ટી સેજલ પંડયાના હસ્તે વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.

એસજીસીસીઆઇ એજ્યુકેશન એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા ચાલી રહેલો ‘ફેબ્રિક આઇડેન્ટીફિકેશન’ કોર્ષ ઉદ્યોગ સાહસિકો, ફેશન ડિઝાઇનર્સ, વિવર્સ, ટેકસટાઇલ ટ્રેડર્સ અને બ્રોકર્સ માટે ખૂબ જ અગત્યનો છે. આ કોર્ષની ૧૯ મી બેચમાં ૧૭ જેટલા વિદ્યાર્થીઓએ જોડાઇને તેનો લાભ લીધો હતો. મોટા ભાગના ટેકસટાઇલ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકો આ કોર્ષમાં જોડાયા હતા. આ ઉપરાંત એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે પણ આ કોર્ષ થકી ફેબ્રિકને ઓળખવા માટેની સમજણ કેળવી હતી.

આ કોર્ષમાં વિવિધ પ્રકારના ફાઈબર્સ, યાર્ન અને ફેબ્રિકસનું પાયાનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. સાથે સાથે કવોલીટી ઓફ ફેબ્રિકને કેવી રીતે આઇડેન્ટિફાઇ કરવું તે પણ ફેકલ્ટી દ્વારા શીખવાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ પ્રકારના ફાઈબર્સ અને તેની એપ્લીકેશન્સ, વિવિધ પ્રકારના યાર્ન, તેની પ્રોપર્ટીઝ અને તેની એપ્લીકેશન્સ, અનેક પ્રકારના ફેબ્રિકસ અને તેની એપ્લીકેશન્સ, ફાઈબર આઇડેન્ટિફીકેશન, કન્સ્ટ્રકશન ઓફ ફેબ્રિક વિષય પર જ્ઞાન આપવામાં આવ્યું હતું.

આ કોર્ષમાં અભ્યાસ કરનારા ઉદ્યોગ સાહસિકો જુદા–જુદા ફેબ્રિકસની તેમજ તેની કવોલિટીની ઓળખ સરળતાથી કરી શકશે. નેચરલ અને સિન્થેટિક ફેબ્રિકસની વચ્ચેનો તફાવત તેઓ સારી રીતે સમજી શકશે. ફેબ્રિકસમાં નવી કવોલિટી બનાવી શકશે. એપેરલ્સ માટે ફેબ્રિકસનું પરફેકટ કોમ્બીનેશન બનાવી શકશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button