બિઝનેસ

CEATએ તેના હાઈબ્રિડ વિન્ડ-સોલર પ્રોજેક્ટ માટે CleanMax સાથે ભાગીદારી કરી

સુરત: ભારતની એક અગ્રણી ટાયર ઉત્પાદક કંપની CEAT એક્લીન મેક્સ એન્વાયરો એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (“ક્લીનમેક્સ”) સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી અંતર્ગત ગુજરાતમાં CEATની હાલોલ સુવિધા તથા તમિલનાડુમાં કાંચીપુરમ સુવિધાને ગ્રુપ કેપ્ટીવ મૉડલ અંતર્ગત ~59 MW હાઈબ્રિડ વિંડ-સોલર પ્રોજેક્ટથી રિન્યુએબલ પાવર પ્રાપ્ત થશે. બ્રુક ફિલ્ડ સમર્થિત કંપની ક્લિન મેક્સ વર્તમાન સમયમાં ભારતમાં કોમર્શિયલ તથા ઈન્ડસ્ટ્રીયલ સેક્ટર માટે સૌથી મોટી રિન્યુએબલ એનર્જી પ્રોવાઈડર છે.

આ પ્રોજેક્ટ્સ અંતર્ગત હાઈબ્રિડ સ્ટ્રક્ચર થી હવા અને સોલરના કોમ્પ્લિમેન્ટ્રી જનરેશન પ્રોફાઈલ ને મળવાની આશા છે, જેથી સતત એનર્જી આઉટપુટ અને વધારે પ્લાન્ટ લોડ ફેક્ટર (“PLF”) મળશે. આ અંતર્ગત ગ્રિડ સ્ટેબિલિટીને પણ વધારે છે, જે એનર્જીના વધારે વપરાશવાળા મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સ માટે ખૂબજ જરૂરી છે.

એકંદરે આ પ્રોજેક્ટ્સથી વાર્ષિક આશરે~13.58 કરોડ યુનિટ ક્લિન વીજળી બનવાની આશા છે. આ વીજળી ઉત્પાદનથી દરવર્ષે આશરે 1,00,000 ટનCO2 ઉત્સર્જન ઓછું થવાનો અંદાજ છે, જે દરેક વર્ષે આશરે 45 લાખ ઝાડ લગાવવાની સમકક્ષ છે. આશા છે કે આ પ્રોજેક્ટથી CEATમાં ક્લિન વીજળીનો ઉપયોગ વધીને આશરે 60 ટકા થઈ જશે.

આ પાર્ટનરશિપ અંગે ટિપ્પણી કરતાં CEATના પ્રોક્યોરમેન્ટ બાબતના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ  રુપેશ આર દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીમાં જણાવાયું હતું કે આ લાંબાગાળાની ભાગીદારી CEATને ગુજરાત તથા તમિલનાડુમાં અમારી રિન્યુએબલ એનર્જી ફુટ પ્રિન્ટને મજબૂત કરવામાં મદદ કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button