બિઝનેસ

સિએટ એ હાઇ પાવર્ડ મોટરસાઇકલ માટે સ્ટીલ રેડ ટાયરના બે વેરિઅન્ટ્સ – SPORTRAD અને CROSSRAD લોન્ચ કર્યા

નવા સ્ટીલ રેડિયલ મોટરસાઇકલ ટાયર તમામ ભૂપ્રદેશ પર હેન્ડલિંગ અને ગ્રૂપના નવા લેવલ પ્રદાન કરશે

સુરતઃ  સિએટ, જે એક અગ્રણી ટાયર મેન્યુફેક્ચર્ર છે, તેણે સ્ટીલ રેડિયલ ટાયરની નવી રેન્જ SPORTRAD અને CROSSRAD સાથે તેના ટુ-વ્હીલર ટાયર રેન્જના પર્ફોર્મન્સને ઉચ્ચ સ્તરે પહોંચાડ્યું છે. આ સ્ટીલ રેડિયલ ટાયરની આ પ્રીમિયમ રેન્જ ખાસ કરીને હાઇ પર્ફોર્મન્સ મોટરસાઇકલની સંપૂર્ણ ક્ષમતાને ઉજાગર કાઢવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. SPORTRAD રેન્જ હાઇ સ્પીડ અને કોર્નરિંગ માટે તૈયાર કરવામાં આવી છે; તો CROSSRAD એ મલ્ટી ટેરેન હાઈ ગ્રીપ ટાયર છે. સ્ટીલ રેડ ટાયરમાં સ્ટીલ-બેલ્ટેડ રેડિયલ કન્સ્ટ્રક્શન છે, જે હાઇ સ્પીડમાં ઉત્કૃષ્ઠ હેન્ડલિંગ પ્રદાન કરે છે.

આ CROSSRAD સિરીઝ યામાહા FZ સિરીઝ અને સુઝુકી Gixxer સિરીઝ જેવી મોટરસાઇકલ સાથે સુસંગત છે અને ટાયરના સેટની કિંમત 4,300 રૂપિયા છે.

આ SPORTRAD સિરીઝ KTM RC390, Duke 390 બજાજ ડોમિનર 400, ટીવીએસ અપાચે RR310 જેવી હાઇ પર્ફોર્મન્સ મોટરસાઇકલ સાથે સુસંગત છે અને ટાયરના સેટની કિંમત 12,500 રૂપિયા છે.

SPORTRAD પ્લેટફોર્મ ઉત્કૃષ્ઠ કોર્નરિંગ સ્ટેબિલિટી માટે સમાન અંતરના મિડક્રાઉન ગ્રુવ્સ અને સ્ટફનેસના પરફેક્ટ બેલેન્સ માટે સિલિકા-બ્લેન્ડેડ ટ્રેડ કમ્પાઉન્ડથી સજ્જ છે. આ ટાયર અપેક્ષાઓ કરતા વધારે એક સ્પોર્ટી પર્ફોર્મન્સ આપે છે. એડવાન્સ્ડ ફીચર્સ જેમ કે અત્યંત લીન એંગલ માટે સ્લીક શોલ્ડર, સુપીરિયર વેટ ગ્રિપ અને કોર્નરિંગ સ્ટેબિલિટી માટે ઉત્ત્કૃષ્ઠ ગ્રૂવ ડિઝાઇન અને 270 kmphની સ્પીડમાં સ્ટેબિલિટી માટે ક્રાઉન પર મેક્સિમ સ્લીક એરિયાનો સમાવેશ કરીને, SPORTRAD રેન્જ અદ્વિતીય રાઇડિંગ એક્સપ્રીરિયન્સની ખાતરી આપે છે.

CROSSRAD પ્લેટફોર્મ એસીમેટ્રિકલ બ્લોક ટ્રેડ ડિઝાઇન અને ટાયરના પરિઘ સાથે મૂકવામાં આવેલા ટ્રાંસવર્સલ ગ્રુવ્સ ફીચર્સ ધરાવે છે, આ સંયોજન કાંકરા/કાદવ અને અન્ય રોડ વગરની જમીન પર સારી ગ્રીપ પ્રદાન કરે છે. ઉપરાંત, ઇન્ટરકનેક્ટેડ શોલ્ડર બ્લોક્સ ઉત્કૃષ્ઠ કોર્નિંગ ગ્રીપ માટે વ્યાપક કનેક્ટ એરિયા પ્રદાન કરે છે. વિશિષ્ઠ આકારના સેન્ટર બ્લોક્સ અને સ્ટીલ-બેલ્ટ રેડિયલ કન્ટ્રક્શન સાથે, CROSSRAD સિરિઝ ઑફરોડ સાહસિકો માટે વધુ સુપીરિયર હેન્ડલિંગ એક્સપ્રીરિયન્સ પ્રદાન કરે છે.

સિએટના એમડી અને સીઇઓ શ્રી અર્બન બેનર્જીએ જણાવ્યું કે, “સ્ટીલ રેડ સિરીઝ એ ઈનોવેશન અને ક્વોલિટી પ્રત્યે સિએટની પ્રતિબદ્ધતાનું એક પ્રમાણપત્ર છે. સ્ટીલ રેડ સિરીઝ સાથે, અમે મોટરસાઇકલ ટાયરના નવા યુગની રજૂઆત કરી રહ્યા છીએ જે પર્ફોર્મન્સ માટે કટિંગ એજ ટેક્નોલોજીને જુસ્સા સાથે જોડે છે. અમે હાઇ પર્ફોર્મન્સ બાઇક સાથે રાઇડર્સની યુનિક જરૂરિયાતોને સમજીએ છીએ, અને આ ટાયર તેમની અપેક્ષાઓને પૂર્ણ કરવા અને તેનાથી વધુ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. અત્યંત લીન એંગલ્સથી લઈને હાઈ-સ્પીડ સ્ટેબિલિટી સુધી, રાઇડિંગ એક્સપીરિયન્સ વધારવા માટે દરેક પાસાઓને સાવધાનીપૂર્વક તૈયાર કરવામાં આવ્યા છે.”

સિએટ સ્ટીલ રેડ ટાયરને મોટરસાઇકલના પર્ફોર્મન્સ સેગમેન્ટ માટે સાવધાનીપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યા છે. રોડ-બાયસ્ડ SPORTRAD પ્લેટફોર્મ, શરૂઆતમાં 80:20 ઓન-ઓફ રોડ બાયસ સાથે બે સાઇઝ 110/70ZR17 અને 150/60ZR17માં લોન્ચ કરવામાં આવશે: 60/40 ON-OFF સ્પ્લિટ સાથે CROSSRAD પ્લેટફોર્મ, હાલમાં એક સાઇઝ – 140/60R17 ઓફર કરે છે.

સિએટ રાઇડર્સ, સાહસીકો અને ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સને સ્ટીલ રેડ સિરીઝનો અનુભવ લેવા માટે આમંત્રિત કરે છે, જે હવે સમગ્ર ભારતમાં સત્તાવાર સિએટ ડીલરશિપ પર ઉપલબ્ધ છે.

બ્રાન્ડ એમ્બેસેડરની જાહેરાત

મોટરસ્પોર્ટ્સની દુનિયામાં એક સિમાચિહ્ન પગલું ભરતા, સિએટ એ ગર્વપૂર્વક જ્યોફ્રી ઈમેન્યુઅલને રેસિંગમાં તેના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાની જાહેરાત કરી છે. જ્યોફ્રી, MOTO3 માં FIM જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ રાઇડિંગમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય રાઇડર છે, તે સપ્ટેમ્બર 2024માં ભારત MotoGP ભારતથી શરૂ થનારી MotoGP વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે તૈયારી કરી રહ્યા છે. તેની જર્ની મોટરસાઇકલ રેસિંગની દુનિયામાં અસાધારણ પ્રતિભાને સમર્થન અને ટેકો આપવા માટે સિએટની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button