કેમ્પસે સુરતમાં નવા સ્ટોર લોન્ચ સાથે ગુજરાતમાં રિટેલ હાજરી વિસ્તારી

સુરત – ભારતની અગ્રણી સ્પોર્ટ્સ અને એથ્લેઝર ફૂટવેર બ્રાન્ડ્સ પૈકીની એક કેમ્પસે ગુજરાતમાં નવા સ્ટોરના પ્રારંભ સાથે સુરતમાં કેમ્પસ શૂઝ-હોમલેન્ડ સિટી,જે એચ અંબાણી સ્કૂલ સામે, 995 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો નવો સ્ટોર પુરુષો અને મહિલાઓ બંને માટે સ્ટાઇલિશ તથા ફંક્શનલ ફૂટવેર સહિત લેટેસ્ટ કેમ્પસ કલેક્શન્સ દર્શાવે છે. આ નવા સ્ટોરના ઉમેરા સાથે કેમ્પસ હવે દેશભરમાં 295 એક્સક્લુઝિવ રિટેલ આઉટલેટ્સનું સંચાલન કરે છે.
આ પ્રસંગે કેમ્પસ એક્ટિવવેર લિમિટેડના પૂર્ણ સમયના ડિરેક્ટર અને સીઈઓ નિખિલ અગરવાલે જણાવ્યું હતું કે અમારા સુરત સ્ટોરનું લોન્ચિંગ મહત્વના બજારોમાં વ્યૂહાત્મક વિસ્તરણમાં વધુ એક સીમાચિહ્ન છે. આ વિસ્તરણ ગ્રાહકની એક્સેસિબિલિટી વધારવા અને સરળ શોપિંગ અનુભવ પૂરો પાડવા માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમે મજબૂત બજાર માંગ જોઈ રહ્યા છીએ ત્યારે અમે ભારતની પસંદગીની સ્પોર્ટ્સ તથા એથ્લેઝર ફૂટવેર બ્રાન્ડ તરીકે અમારી સ્થિતિને વધુ મજબૂત બનાવવા અમારી વિકાસ યોજનાઓને વેગવંતી બનાવી રહ્યા છીએ.
ગ્રાહકો વિવિધ રેન્જના સ્નીકર્સ, પર્ફોર્મન્સ શૂઝ અને બેટમેન તથા સુપરમેન જેવા આઇકોનિક કેરેક્ટર્સથી પ્રેરિત એક્સક્લુઝિવ વોર્નર બ્રધર્સ કલેક્શન જેવી લિમિટેડ એડિશન્સ જોઈ શકે છે. લોન્ચની ઉજવણી કરવા અને મૂલ્ય સંચાલિત શોપિંગ અનુભવો સુનિશ્ચિત કરવા માટે કેમ્પસ ફ્લેટ 40 ટકા સુધીની છૂટનું પ્રારંભિક પ્રમોશન ઓફર કરી રહી છે. આ ઓફર ગ્રાહકોને આકર્ષક ઓફર પર બ્રાન્ડના ઉચ્ચ ગુણવત્તાના અને ઓન-ટ્રેન્ડ, ફેશનલેબલ ફૂટવેરનો અનુભવ કરવાની આકર્ષક તક પૂરી પાડે છે.