સુરત

સુરતના રમકડાના બે વ્યાપારીઓ ઉપર ભારતીય માનક બ્યુરો (BIS)ના દરોડા

સુરત: બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા બ્યુરોના માન્ય લાઇસન્સ વિના ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત રમકડાંના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ પર પ્રતિબંધ છે, ત્યારે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ પાસેથી માન્ય લાઇસન્સ મેળવ્યા વિના ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત રમકડાં વેચતા સુરતના બે દુકાનદારો રાજેશ્વર ટોય વર્લ્ડ, જૈન પેઢી પાસે, દેસાઈ પોલ, ગોપીપુરા મેઈન રોડ અને નટરાજ ગેમ્સ અને ટોયઝ, નાગર ફળિયા, બેંક ઓફ બરોડા સામે, ચૌટા બજાર, ગાંધી ચોક પર BISના અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ બંને વ્યાપારીઓ; રાજેશ્વર ટોય વર્લ્ડમાંથી ૧૭૦૦ અને નટરાજ ગેમ્સ અને ટોયઝમાંથી ૭૭૦૦ મળી કુલ આશરે ૯૪૦૦ નંગ ISI માર્ક વગરના કુલ રમકડાં જપ્ત કરવામાં આવ્યા છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે.

જાન્યુઆરી-૨૦૨૧થી ISI ચિહ્ન વિના કોઈપણ ઉત્પાદક અથવા વેપારી દ્વારા રમકડાંનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ છે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ૨૫ ફેબ્રુઆરી-૨૦૨૦ ના હુકમથી ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા રમવામાં આવતા રમકડાં પર ૧ જાન્યુઆરી, ૨૦૨૧ થી ISI ચિહ્ન ફરજિયાત કરવામાં આવ્યું છે, એટલે કે, ISI ચિહ્ન વિના કોઈપણ ઉત્પાદક અથવા વેપારી રમકડાંનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં. જો આમ કરમાં આવે તો BIS એક્ટના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવે છે. આ ગુનામાં બે વર્ષ સુધીની કેદ અથવા ઓછામાં ઓછા રૂ. બે લાખનો દંડ અથવા બંને થઈ શકે છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button