સાઉન્ડના અનુભવ માટે બ્રાવિયા થિએટર બાર 8 અને બાર 9 સાઉન્ડબાર સાથે સિનેમાને ઘરે લાવો
સુરત: સોની ઈન્ડિયાએ આજે તેના લેટેસ્ટ બ્રાવિયા થિયેટર બાર 8 અને બ્રાવિઆ થિયેટર બાર 9ના લૉન્ચિંગની જાહેરાત કરી છે. આ અત્યાધુનિક સાઉન્ડબાર્સ ઘરે બેઠા સિનેમેટિક અનુભવને માણવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેમાં શ્રેષ્ઠ ઈન હોમ એન્ટરટેઈનમેન્ટ માટે એડવાન્સ્ડ ફીચર્સ સાથે ઓડિયો અને વિઝ્યુઅલમાં સોનીની નિપુણતાને સંયોજિત કરવામાં આવી છે. સોનીના નવા બ્રાવિઆ થિયેટર બાર્સને ઘરે ટીવી જોવાના અનુભવને વધુ સમૃદ્ધ બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યા છે, હોમ એન્ટરટેઈનમેન્ટના વધતા ચલણ સાથે, 11 સ્પીકર યુનિટ સાથેના બ્રાવિઆ થિયેટર બાર 8 અને 13 સ્પીકર યુનિટ સાથેનું બાર 9, તમારી મૂવી નાઈટ્સને અસાધારણ સાઉન્ડ ગુણવત્તા અને અદ્યતન ટેક્નોલોજી સાથે બદલવા માટે તૈયાર છે.
સોની નવા રિલીઝ થયેલા BRAVIA થિયેટર બાર 9 અને BRAVIA થિયેટર બાર 8 સાથે, તમે માત્ર એક જ સાઉન્ડબારનો ઉપયોગ કરીને 360 આવરણમાં સાઉન્ડ મેપિંગનો આનંદ માણી શકો છો. BRAVIA થિયેટર બાર 8 અને બાર 9 માત્ર ડોલ્બી એટમોસ® ઇમર્સિવ ઑડિઓ અને DTS® સહિતની ઈન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ ઑડિયો ટેક્નૉલૉજીને જ સપોર્ટ કરતું નથી, પણ IMAX®થી સજ્જ સર્ટિફિકેશન પણ ધરાવે છે.
ભારતમાં બ્રાવિયા થિયેટર બાર 8 અને બાર 9 તમામ સોની રિટેલ સ્ટોર્સ (સોની સેન્ટર અને સોની એક્સક્લુઝિવ), www.ShopatSC.com પોર્ટલ, મુખ્ય ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ તેમજ અન્ય ઈ-કોમર્સ વેબસાઇટ્સ પર 15મી જુલાઈ 2024થી ઉપલબ્ધ થશે. બાર 8 પર રૂપિયા 8,000 અને બાર 9 પર રૂપિયા 10,000/-ની વધારાની કેશબેક ઓફર પણ છે, જેને ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી પસંદગીના ક્રેડિટ કાર્ડ પર મેળવી શકાય છે. બ્રાવિયા થિયેટર બાર 8 અને બાર 9 સાથે પસંદગીના બ્રાવિયા ટેલિવિઝનની ખરીદી પર રૂપિયા 8,000/-નું વિશેષ કોમ્બો ઓફર ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે.