વેસુમાં રક્તદાન અને મફત આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન

સુરત : આદિનાથ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ અને આદિનાથ હેલ્થ કેર દ્વારા આયોજિત “બ્લડ ડોનેશન – લાઈફ સેવ કેમ્પ” તથા નિઃશુલ્ક હેલ્થ ચેક-અપ કેમ્પ આજે મહાવીદેહ ધામ, વેસુ ખાતે સફળતાપૂર્વક યોજાયો. આ કેમ્પમાં આશરે 243થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું અને211 થી વધુ નાગરિકોએ નિઃશુલ્ક આરોગ્ય તપાસનો લાભ લીધો.
જનસેવા અને આરોગ્ય જાગૃતિના ઉદ્દેશ સાથે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્ય અને શહેરના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિ રહી. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં હર્ષભાઈ સંઘવી, ઉપ મુખ્યમંત્રી, દક્ષેશભાઈ માવાણી, ડૉ. સૌરભ પારધી (IAS), કલેક્ટર, અનુપમ સિંહ ગહલોત, પોલીસ કમિશનર, ડૉ. ભાગીરથ સિંહ પરમાર, ડી.ઇ.ઓ. આ ઉપરાંત આજના કાર્યક્રમમાં રાઘવ જૈન, ડી.સી.પી. ઝોન–3, ડૉ. નિધિ ઠાકુર, ડી.સી.પી. ઝોન–4, પન્નાજી મોમાયા બેન, ડી.સી.પી. ટ્રાફિક, પ્રાચી દોશી, ચીફ મ્યુનિસિપલ ઓફિસર, ગણદેવી નગરપાલિકા આ તમામ મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યક્રમને વિશેષ ગૌરવ અને પ્રેરણા પ્રાપ્ત થઈ.
કેમ્પ દરમિયાન બ્લડ ડોનેશન ઉપરાંત ડેન્ટલ ચેક-અપ, આંખોની તપાસ અને બ્લડ રિપોર્ટ જેવી આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી. આદિનાથ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા અનેક વર્ષોથી માનવસેવા અને આરોગ્ય ક્ષેત્રે સતત કાર્યરત છે તથા ઇમરજન્સી અને અકસ્માત સમયે રક્ત ઉપલબ્ધ કરાવી સમાજને સેવા આપે છે.
આ અવસરે ટ્રસ્ટ દ્વારા રાહત દરે મોતિયાનું ઓપરેશન માટે અત્યાધુનિક ઓપ્થેલમિક ઓપરેશન થિયેટર તથા પાલ વિસ્તારમાં સર્વ સુવિધાયુક્ત હેલ્થકેર સેન્ટર ટૂંક સમયમાં શરૂ કરવાની માહિતી પણ આપવામાં આવી. આ કાર્યક્રમ સમાજમાં આરોગ્ય જાગૃતિ અને માનવસેવાની ભાવનાને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થયો.



