ભાવિન મિલેનીયમ ગરબા ગ્રુપ દ્વારા ગરબા તાલીમના વર્ગો શરુ

સુરતઃ આગામી નવરાત્રીમાં ગરબા, દોઢીયા રમવા માટે ખેલાડીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે શહેરના ખ્યાતનામ ભાવિન મિલેનીયમ ગરબા ગ્રુપ દ્વારા અલથાણ કોમ્યુનિટી હોલ અને પાલ બાગબાન સર્કલ ખાતે ગરબા તાલીમના વર્ગો શરુ કરી દેવામાં આવ્યા છે.
નવરાત્રીમાં ગરબે ઘૂમવા ખેલાડીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે. ગ્રુપ બી.એમ.જી.જી.માં પંજાબી, મારવાડી ઉપરાંત વિદેશી એમ સર્વે સમાજના યુવક-યુવતીના ગ્રુપ પણ દોઢીયા શીખવા માટે પડા પડી કરી રહ્યાં છે.
બી.એમ.જી.જી.ના શિક્ષકો દ્વારા 22થી લઈને 222 સ્ટેપ સુધીનું દોડીયું શીખવાડમાં આવશે .બીએમજીજી ગ્રુપ અલથાણ કોમ્યુનિટી હોલ તેમજ પાલ બાગબાન સર્કલ ખાતે ચાલી રહ્યું છે તેના આયોજક ભાવિન કડીવાલા ,ઋષિ કડિવાલા અને અમી કડીવાલાએ જણાવ્યું કે તેમના ક્લાસીસ દ્વારા જે ફી લેવાય છે તે ફીને તેઓ ભાડા તથા અન્ય ખર્ચ બાદ કરીને બાકીની આવક દાન કરી દે છે.