બિઝનેસ

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ‘એક્સિસ બેન્ક ઈન્ડેક્સ ફંડ’ લોંચ 

સુરત : ભારતીય બેન્કિંગ સેક્ટરમાં જે ઝડપભેર વિકાસ થઈ રહ્યો છે તેનો લાભ લેવા ખાસ કામગીરી હાથ ધરતા એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ એક્સિસ નિફ્ટી બેંક ઈન્ડેક્સ ફંડની ન્યુ ફંડ ઓફર (એનએફઓ)ની જાહેરાત કરી. ઓપનએન્ડેડ ઈન્ડેક્સ ફંડ નિફ્ટી બેંક ટીઆરઆઈને ટ્રેક કરવાનો ઉદ્દેશ ધરાવે છે, જે અગ્રણી ભારતીય બેંકોની વૃદ્ધિ સાથે સંકળાયેલ નેરેટિવમાં સીધા સહભાગી બનવા માટે એક મિકેનિઝમ પૂરું પાડે છે. આ એનએફઓ 3 મે,2024ના રોજ સબસ્ક્રીપ્શન માટે ખુલશે, અને 17 મે,2024ના રોજ બંધ થશે.

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ‘એક્સિસ બેન્ક ઈન્ડેક્સ ફંડ ચાવીરૂપ મુદ્દાઃ કેટેગરીઃ ઓપન એન્ડેડ ઈન્ડેક્સ ફંડ બેંચમાર્કઃ નિફ્ટી બેન્ક ટીઆરઆઈ ઓછામાં ઓછું રોકાણઃ રૂપિયા 500 અને ત્યારબાદ રૂપિયા 1/-ના ગુણાંકમાં. 0.25% જો એલોટમેન્ટ/ઈન્વેસ્ટમેન્ટની તારીખથી 7 દિવસમાં રિડીમ કરવામાં આવેલ/સ્વીચ કરાય તો – 0.25%- જો એલોટમેન્ટ/ઈન્વેસ્ટમેન્ટની તારીખથી 7 દિવસ બાદ રિડીમ/સ્વીચ કરવામાં આવે તો – શૂન્ય.

એક્સિસ એએમસીના એમડી અને સીઈઓ શ્રી બી.ગોપકુમારે આ માહિતી આપી હતી. મજબૂત નિયમનકારી કાર્યમાળખા અને ડિજીટલ બેન્કિંગને ઝડપભેર અપનાવવાને લીધે આ ક્ષેત્ર સતત વિસ્તરણ માટે એક સારી સ્થિતિ ધરાવે છે. આ ક્ષેત્ર ઈનોવેશન પર ભાર આપતા તથા ઉચ્ચ માપદંડોનું પાલન કરવાથી લાભ થઈ રહ્યો છે, જેથી ભારતના બેન્કિંગ ક્ષેત્રને નવો આકાર આપનાર પરિવર્તનકારી સૂચનોનો લાભ મેળવી શકાય છે.”

શ્રી કાર્તિક કુમાર અને શ્રી આશીષ નાઈક દ્વારા સંચાલિત આ ફંડનો લક્ષ્યાંક ટ્રેકિંગને લગતી ભૂલોને આધિન નિફ્ટી બેંક ટીઆરઆઈના કુલ વળતરને અનુરૂપ ખર્ચા પૂર્વે ઉત્તમ રિટર્ન પૂરું પાડવાનો છે. જોકે,  સ્કીના રોકાણને લગતો ઉદ્દેશને હાંસલ કરી લેવામાં આવશે તેને કોઈ કોઈ ખાતરી નથી. 

આ ઈન્ડેક્સ ભારતમાં સૌથી મોટા અને સૌથી વધુ લિક્વિડ બેન્કિંગ શેરોથી બનેલ છે, જે રાષ્ટ્રીય અર્થતંત્રના અત્યંત મહત્વના સેગમેન્ટનું પ્રતિનિધિત્વ કરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button