ATGLને ક્લાઈમેટ એક્શન પ્રોગ્રામ અંતર્ગત CAP 2.0 એવોર્ડ એનાયત
અદાણી ટોટલ ગેસની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયું છે. ATGLને CAP2.0 તરફથી ક્લાઈમેટ એક્શન પ્રોગ્રામ – CAP 2.0˚ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. નવી દિલ્હી ખાતે આયોજીત આ પ્રતિષ્ઠિત એવોર્ડેમાં અદાણી ટોટલ ગેસની ભવિષ્ય માટે કરાયેલી પહેલોને બિરદાવી છે. CAP 2.0˚ પુરસ્કાર આ ક્ષેત્રમાં હાથ ધરવામાં આવતા પ્રયત્નોની પરિપક્વતા પારખીને અપાનારો ભારતમાં સૌપ્રથમ એવોર્ડ છે.
ATGLને પુરસ્કાર આપતા પર્યાવરણને લગતી અનેક બાબતોને ધ્યાને લેવામાં આવી હતી, જેમાં ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો કરવા સક્રિય વ્યૂહરચના અને પાઇપ્ડ ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક્સમાં સંભવિત મિથેનના નુકસાનને દૂર કરવાના પ્રયાસોનો સમાવેશ થાય છે. ATGL ગેસ લિકેજને દૂર કરવા ડિટેક્શન એન્ડ રિપેર (LDAR) પ્રોગ્રામને અનુસરે છે. જેમાં લિકને રિપેર કરવા માટે લોક પ્રેશર ચેક જેવી અદ્યતન તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે.
નિર્ધારિત પ્રશ્નાવલી અને 3 મૂલ્યાંકનકારો દ્વારા સાઇટની વિસ્તૃત મુલાકાતમાં તેની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં સોલાર ઇન્સ્ટોલેશન, CNG આધારિત ફ્લીટ, મિથેન લીક કપાત, ઉર્જા બચતના અમલીકરણ વગેરે બાબતોની સ્થિરતા પહેલના ઓનસાઇટ ઇમ્પ્લાન્ટેશનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં આઇડેન્ટિફાઇડ ક્લાઇમેટ રિસ્કને પણ આવરી લેવામાં આવ્યું હતું.
પારદર્શક પ્રક્રિયાનું પાલન કરતા માપદંડોનાં મૂલ્યાંકનના આધારે તે પુરસ્કારોના વિજેતા નક્કી કરવામાં આવે છે. ઘર-ઘર સુધી સ્વચ્છ ઈંધણ પહોંચાડવાની નેમ સાથે અદાણીના જૂથે અનેક પહેલો આદરી છે. ઊર્જા ક્ષેત્રની કંપની ટોટલ એનર્જીઝ સાથે મળીને ATGL અમદાવાદમાં બાયો-સીએનજી ઉત્પાદન કરતો અદ્યતન પ્લાન્ટ બનાવવા જઈ રહી છે.