એશિયા સોસાયટી ઈન્ડિયા સેન્ટર બોર્ડે સંગીતા જિંદાલને નવા અધ્યક્ષ જાહેર કર્યા
1992માં જિંદાલ આર્ટસ સેન્ટરની સ્થાપના કરી હતી
સુરત – એશિયા સોસાયટી ઈન્ડિયા સેન્ટર બોર્ડે બોર્ડના નવા ચેર તરીકે સંગીતા જિંદાલની ચૂંટાયાની જાહેરાત કરી છે. તેમની ભૂમિકા 1 એપ્રિલ, 2024થી અમલી રહેશે. એશિયા સોસાયટી ઈન્ડિયા સેન્ટર બોર્ડના અધ્યક્ષ તરીકે સંગીતા જિંદાલનું સ્વાગત કરતાં હું આનંદ અનુભવું છું. તેમણે દક્ષિણ એશિયામાં અમારા મિશનને ખૂબ સમર્થન આપ્યું છે અને ભારત તેમજ દક્ષિણ એશિયામાં સમકાલિન કલાને સમર્તન આપવામાં તેમનું કામ ખૂબ પરિવર્તનકારી રહ્યું છે, એમ એશિયા સોસાયટી ઈન્ડિયા સેન્ટરના સીઈઓ ઈનાક્ષી સોબતીએ જણાવ્યું હતું.
સંગીતા જિંદાલ આર્ટ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અને જેએસડબ્લ્યુ ફાઉન્ડેશનના ચેરપર્સન છે. આ ફાઉન્ડેશન જેએસડબ્લ્યુ ગ્રુપ ઓફ કંપનીની સામાજિક વિકાસ પ્રોજેક્ટ્સ માટે કામ કરે છે. છેલ્લા 20 વર્ષોમાં તેઓ જેએસડબ્લ્યુ ફાઉન્ડેશનનું નેતૃત્વ કરી રહ્યા છે અને તેણે શિક્ષણ, આરોગ્ય, આજીવિકા સર્જન, સ્થાનિક રમતગમત વિકાસ તેમજ કળા અને સાંસ્કૃતિક વારસાની જાળવણીના ક્ષેત્રે પોતાની કામગીરી વધારી છે. તેમણે 1992માં જિંદાલ આર્ટસ સેન્ટરની સ્થાપના કરી હતી અને 1994માં ભારતની અગ્રણી આર્ટ મેગેઝિન આર્ટ ઈન્ડિયાની સ્થાપના કરી હતી.
1956માં જ્હોન ડો. રોકફેલર ત્રીજા દ્વારા સ્થાપિત એશિયા સોસાયટી એક બિન-પક્ષપાતી, બિન-નફાકારી સંસ્થા છે. આ દક્ષિણ એશિયામાં એકમાત્ર એશિયા સોસાયટી સેન્ટર છે અને તેનું લક્ષ્ય આધુનિક એશિયા પર વિવિધ દ્રષ્ટિકોણને સાથે લાવવાનું અને એશિયા-પેસિફિક બાબતોની વધુ યોગ્ય તથા ગહન સમજને વિકસિત કરીને પોતાના મિશનમાં સમગ્ર ઉપખંડને સામેલ કરવાનો છે.