બિઝનેસ

AMNS ઇન્ડિયા દ્વારા મૂલ્યવર્ધિત ‘પોલાર’ કોલ્ડ સ્ટીલ રોલની ઉત્પાદક બજાર સમક્ષ રજુઆત

આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા દ્વારા સ્માર્ટ સ્ટીલ પૂરું પાડવાની દિશામાં વધુ એક ડગ આગળ વધાર્યું

અમદાવાદ, 16 માર્ચ 2022: આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ ઈન્ડીયા વિશ્વની બે અગ્રણી કંપનીઓ વચ્ચેનુ સંયુક્ત સાહસ, આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડીયા (એએમએનએસ ઈન્ડીયા) એ આજે ‘પોલાર’ બ્રાન્ડ હેઠળ કોલ્ડ રોલ્ડ સ્ટીલ અને કોઈલ્ડ પ્રોડકટસને બનાવીને ઉત્પાદક બજાર સમક્ષ મુકી છે.

એએમ\એનએસ ઈન્ડીયા એ ભારતની કોલ્ડ રોલ સ્ટીલ કેટેગરીની અગ્રણી ઉત્પાદક છે અને વિવિધ ક્ષેત્રના ગ્રાહકોને વ્યાપક કેટેગરીને ઉત્પાદનો પૂરાં પાડે છે. ઑટોમોટિવ, વ્હાઈટ ગુડઝ કન્સ્ટ્રકશન  અને એમએસએમઈ વગેરે સહિતનાં વિવિધ ગ્રાહક ક્ષેત્રોને પ્રોડકટસ પૂરી પાડે છે. AM/NS ઈન્ડિયાની પોતાની માલિકીની ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી પ્રોડકટસની ડિઝાઈન અને ઉત્પાદનમાં યોગદાન પૂરૂ પાડયુ છે. જેનો ગ્રાહકો ઔદ્યોગિક ઉત્પાદનોની શ્રેણીમાં ઉપયોગ કરી શકે છે.

પોલાર એ એએમએનએસ ઈન્ડીયા દ્વારા ઉત્પાદિત કોલ્ડ રોલ્ડ (સીઆર) સ્ટીલ શીટસ અને કોઈલ્સની પ્રિમિયમ રેન્જ છે, જેમાં ડ્રમ્સ અને બેરલ્સ, ફર્નિચર, કન્ટ્રોલ પેનલ્સ, ટ્રાન્સફોર્મર્સ વગેર જેવી વિવિધ ઍપ્લિકેશન્સનો સમાવેશ થાય છે. તે  કોઈલ્સ અને કટ શીટની કસ્ટમાઈઝ સાઈઝમાં ઉપલબ્ધ છે.

 આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ ઈન્ડીયા (એએમએનએસ ઈન્ડીયા) સેલ્સ અને માર્કેટીંગ વિભાગના ડાયરેકટર અને વાઈસ પ્રેસીડેન્ટ મિ.એલન લેગરીક્સ દે લા સાલલે જણાવે છે કે “અમે પોલારની રજૂઆત કરતાં આનંદ અનુભવીએ છીએ, પોલાર દેશભરના અમારા ગ્રાહકોને હાઈક્વોલિટી સ્ટીલની ઉપલબ્ધિ માટેની કટિબધ્ધતાનું પુનરાવર્તન છે.

પોલાર બ્રાન્ડ ની પ્રોડક્ટ્સ અમારા રિટેઈલ, ટ્રેડ અને લાસ્ટ માઈલ સેલ્સના સુસંકલિત પ્લેટફોર્મ એએમએનએસ ઈન્ડીયા હાયપરમાર્ટમાંથી ખરીદી શકાશે. અમારા હાયપરમાર્ટે MSMEs ના ગ્રાહકો જેવા કે ફેબ્રિકેટર્સ, એન્જીન્યરિંગ ગુડઝ અને ઑટો-કોમ્પોનન્ટ ક્ષેત્ર માટેની જરૂરિયાતપૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા બજાવી છે અને અગાઉ સ્ટીલ મિલો પાસેથી સીધા મેળવી શકતા ન હતા તેવા ઉત્પાદકોને હાઈ- ક્વોલિટી અને હાઈ વેલ્યૂએડેડ સ્ટીલની સીધી ઉપલબ્ધી પૂરી પાડી છે.”

આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ ઈન્ડીયા (એએમએનએસ ઈન્ડીયા)ના સેલ્સ સ્ટીયરીંગ એન્ડ ડીસ્ટ્રીબ્યુશનના ચીફ શ્રી અક્ષય ગુજરાલ વધુમાં જણાવે છે કે “”એએમએનએસ ઈન્ડીયા, અમારા ગ્રાહકોની વધતી જતી જરૂરિયાત અનુસાર સતત ઈનોવેશન અને પ્રોડકટ ડેવલપમેન્ટ માટે કટિબધ્ધ છે. અમારી પ્રિમિયમ બ્રાન્ડઝ સ્ટેલિયોન, મેક્સિમસ અને કલશની સફળતાપૂર્વક રજૂઆત પછી અમે અમારા પ્રોડકટ પોર્ટફોલિયોમાં પોલારનો ઉમેરો કરતાં આનંદ અનુભવીએ છીએ. આ નવી પ્રોડકટસ અમારા MSMEs ક્ષેત્ર તથા અન્ય ઔદ્યોગિક ગ્રાહકોને ઉચ્ચ સ્તરની સર્ફેસ ક્વોલિટી, સુપિરિયર ફ્લેટનેસ, એકસરખી મિકેનિકલ પ્રોપર્ટી અને સાતત્ય ધરાવતુ ડાયમેન્શનલ ટોલરન્સ પૂરૂ પાડશે.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button