
અપોલો હોસ્પિટલ્સ સફળ CAR-T સેલ પ્રોસીજર્સ હાથ ધરી
સુરત: અપોલો હોસ્પિટલ્સ નવી મુંબઈ (એએચએનએમ)એ ભારતમાં બનેલી CAR-Tસેલ થેરાપી વડે દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરી છે. આ એક અભૂતપૂર્વ ઇમ્યુનોથેરાપી છે જે કેન્સરને લક્ષ્ય બનાવવા અને તેનો નાશ કરવા માટે દર્દીઓના પોતાના જ જિનેટિકલી મોડિફાઇડ ઇમ્યુન સેલનો ઉપયોગ કરે છે.
તાજેતરની CAR-Tસેલ પ્રોસીજર્સ ડો. પુનિત જૈન, કન્સલ્ટન્ટ હેમેટોલોજી, હેમેટો ઓન્કોલોજી એન્ડ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર બીએમટી એન્ડ CAR-Tસેલ થેરાપી, એએચએનએમના નેતૃત્વ હેઠળ હાથ ધરાઈ હતી જે ઉચ્ચ ગુણવત્તાની, જીવન રક્ષક ટ્રાન્સપ્લાન્ટ સર્વિસીઝ પૂરી પાડવાની હોસ્પિટલની પ્રતિબદ્ધતા દર્શાવે છે. “CAR T-સેલ થેરાપી, પરંપરાગત સારવારથી ફરીથી થયેલા બ્લડ કેન્સરના દર્દીઓ માટે જે સંભવ છે તેને નવેસરથી લખી રહી છે. આ થેરાપી આક્રમક અથવા સારવાર-પ્રતિરોધક કેન્સર ધરાવતા દર્દીઓમાં સંપૂર્ણ ઉપચારની આશા આપે છે. અમે પડકારજનક ઉચ્ચ-જોખમવાળા બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરી રહ્યા છીએ અને CAR T-સેલ પ્રોસીજર્સમાંથી પસાર થતા અમારા દર્દીઓને અદ્યતન, પુરાવા-આધારિત સારવાર પૂરી પાડવાનો વિશ્વાસ રાખીએ છીએ.”
ઓડિશાના 49 વર્ષીય શ્રીમતી શર્મા એક્યુટ-બી સેલ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા નામના જટિલ બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા.તેમના પોતાના ઇમ્યુન સેલ (જે ટી-સેલ્સ તરીકે ઓળખાય છે)ને લેબમાં કાઢવામાં અને એન્જિનિયર્ડ કરવામાં આવ્યા જેથી તેઓ તેમના કેન્સરને વધુ સારી રીતે ઓળખવા તથા આક્રમણ કરવા માટે ચિમેરિક એન્ટિજેન રિસેપ્ટર્સ (સીએઆર) તરીકે ઓળખાતા તેમના સરફેસ પરના મોડિફાઇડ કનેક્ટર્સને વ્યક્ત કરી શકે. ઇન્ફ્યુઝન મેળવતા પહેલા તેમને કેમોથેરાપીનો કોર્સ આપવામાં આવ્યો હતો જેથી મોડિફાઇડ સેલ્સ અસરકારક રીતે કામ કરી શકે જેના પછી CAR-Tસેલ થેરાપી સફળતાપૂર્વક કરવામાં આવી હતી
અપોલો હોસ્પિટલ્સના પશ્ચિમ ક્ષેત્રના રિજનલ સીઈઓ અરુણેશ પુનેથાએ જણાવ્યું હતું કે, “અપોલો ખાતે સફળ CAR T-સેલ થેરાપી પ્રોગ્રામ કેન્સર સંભાળને ફરીથી વ્યાખ્યાયિત કરવાની અમારી પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે. અમે અપોલો ગ્રુપની ઘણી અન્ય હોસ્પિટલોમાં CAR T-સેલ પ્રક્રિયાઓ સફળતાપૂર્વક કરી છે અને આ ઉચ્ચતમ કક્ષાની દર્દી સંભાળ પૂરી પાડવાની અમારી ક્ષમતા દર્શાવે છે.



