અનિલ અગ્રવાલની વેદાંતા રિસોર્સીસે બોન્ડધારકોને રિપેમેન્ટ્સ પૂરા કર્યા
સુરત: મેટલ અને માઇનિંગ ક્ષેત્રની અગ્રણી વેદાંતા રિસોર્સીસ લિમિટેડે શુક્રવારે જણાવ્યુ હતું કે તેણે ડેટ રિસ્ટ્રક્ચરિંગ કામગીરીના ભાગરૂપે તેના બોન્ડધારકોને 779 મિલિયન ડોલરનું સીધેસીધું પેમેન્ટ કરી દીધું છે અને પુનઃચૂકવણીની કામગીરી પૂરી કરી દીધી છે.બોન્ડધારકોને અપફ્રન્ટ પેમેન્ટ્સ બુધવારે કરવામાં આવ્યા હતા, એમ વેદાંતા રિસોર્સીસ લિમિટેડ (વીઆરએલ)ના એક નિવેદનમાં જણાવવામાં આવ્યુ હતું.
વીઆરએલેઆ વર્ષના પ્રારંભે મેળવેલી સંમતિના અનુસંધાનમાં 7 ફેબ્રુઆરી, 2024ના રોજ તેના બોન્ડધારકોને રિપેમેન્ટ્સ પૂરા કર્યા હતા જેમાં બોન્ડ્સમાં 3.2 અબજ ડોલરની મેચ્યોરિટીઝને સફળતાપૂર્વક 2029 સુધી લંબાવવામાં આવી હતી, એમ નિવેદનમાં જણાવાયું હતું.
વેદાંતા રિસોર્સીસે બોન્ડ્સના એક હિસ્સાને રીડિમ કરવા માટે બોન્ડધારકોને રોકડામાં 779 મિલિયન ડોલરનું અપફ્રન્ટ પેમેન્ટ સફળતાથી પૂરું કર્યુ છે અને તેમની મેચ્યોરિટીઝ લંબાવી છે. તેણે બોન્ડધારકોને 68 મિલિયન ડોલરની કન્સેન્ટ ફી પણ ચૂકવી દીધી છે જેમણે રિસ્ટ્રક્ચરિંગ માટે સંમતિ આપી હતી, એમ અગાઉ કંપનીએ જણાવ્યું હતું.
વેદાંતાએ તેના જંગી બોજાના ભારણને હળવું કરવા માટે બોન્ડની ચાર સિરીઝના રિસ્ટ્રક્ચરિંગ માટે જાન્યુઆરીમાં બોન્ડધારકો પાસેથી સંમતિ મેળવી હતી. આ બોન્ડની સિરીઝમાં પ્રત્યેક 1 અબજ ડોલરના બેનો સમાવેશ થતો હતો જેની મેચ્યોરિટી 2024માં થવાની હતી, 1.2 અબજ ડોલરના એક બોન્ડની 2025માં તથા 600 મિલિયન ડોલરના એક બોન્ડની મેચ્યોરિટી 2026માં થવાની છે.
વીઆરએલે 2024 અને 2025માં મેચ્યોર થતા 3.2 અબજ ડેટના રિફાઇનાન્સ/રિપેમેન્ટ માટે પ્રાઇવેટ ક્રેડિટ લેન્ડર્સ પાસેથી 1.25 અબજ ડોલરની લોન મેળવી હતી. વેદાંતા ગ્રુપે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નોંધપાત્ર ડિમર્જર અને રિઓર્ગેનાઇઝેશન પ્લાનની જાહેરાત કરી હતી. આ પગલાંથી વેદાંતા ગ્રુપ અગ્રણી 17 બિઝનેસીસમાં વહેંચાશે, એમ સ્ટેટમેન્ટમાં જણાવાયુ હતું.