એન્જલ વને તેની આઈપીએલ સાથે સત્તાવાર ભાગીદારી જાહેર કરી
ફાઈનાન્સિયલ સર્વિસિઝ કેટેગરી માં સેવા આપશે
સુરત : ટેક્નોલોજી સંચાલિત ફાઈનાન્સિયલ સર્વિસિઝ કંપની એન્જલ વન લિમિટેડ (“Angel One”) એ ઈન્ડિયન પ્રીમિયર લિગ (“IPL’’) સાથે ભાગીદારી કરી હોવાની જાહેરાત કરી છે. કંપની આઈપીએલની એસોસિએટ પાર્ટનર તરીકે 2024થી 2028 દરમિયાન પાંચ વર્ષના એસોસિએશન હેઠળ ફાઈનાન્સિયલ સર્વિસિઝ કેટેગરી માં સેવા આપશે. આ જોડાણ મારફત એન્જલ વન નો ઉદ્દેશ આઈપીએલ પ્લેટફોર્મના વિવિધ પ્રેક્ષકો સુધી પહોંચી દેશમાં ખાસ કરી ને યુવા ભારતીયો માં નાણાકીય જાગૃત્તિ અને સશક્તિકરણ ને પ્રોત્સાહન આપવાનો છે.
આઈપીએલ સ્પોન્સરશીપ એન્જલ વન માટે બહોળી તકો નું સર્જન કરે છે, જે બ્રાન્ડ ને ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર ઈવેન્ટ ના 800 મિલિયન થી વધુ પ્રેક્ષકો ના વિશાળ સ્કેલ પર પ્રદર્શન કરવા સક્ષમ બનાવેછે. આ BCCI સાથે ની ભાગીદારી એન્જલ વન ના લાંબાગાળાના વિઝન અને પ્રતિબદ્ધતાની વૃદ્ધિ તેમજ વિસ્તરણ માટે નવા માર્ગો ખોલવા પ્રતિબદ્ધ છે . અમે ઝેન ઝેડ અને યુવાનો પર ફોકસ કરવાના ઉદ્દેશ સાથે આ જોડાણ મારફત અમારા પ્રેક્ષકો સાથે જોડાવવાનો નોંધપાત્ર માઈલ સ્ટોન દર્શાવે છે. એન્જલ વનનો ઉદ્દેશ્ય બ્રાન્ડ એફિનિટી વધારવા, જોડાણ વધારવા અને તેના લક્ષિત પ્રદેશોમાં તેની સ્થિતિ મજબૂત કરવા માટે આઈપીએલ ની વ્યાપક પહોંચ નો લાભ લેવા નો છે.
ભાગીદારી વિશે એન્જલ વન લિમિટેડના ચીફ ગ્રોથ ઓફિસર શ્રી પ્રભાકર તિવારી એ જણાવ્યું હતું કે,“અમે આઈપીએલ 2024 માટે BCCI સાથે ભાગીદારી કરવા માટે અતિ ઉત્સાહિત છીએ. ક્રિકેટ ભારતમાં એક રમત કરતાં પણ અધિક સ્થાન ધરાવે છે. આઈપીએલ ની વિશાળ પહોંચ અમને લાખો ક્રિકેટ રસિકો ને નાણાકીય નિર્ણયો લેવા માટે જરૂરી જ્ઞાન અને સાધનો સાથે સશક્ત કરવાની અજોડ તક પૂરી પાડે છે.
એન્જલ વન લિમિટેડ ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી દિનેશ ડી. ઠક્કરે જણાવ્યું હતું કે,“આઈપીએલ એક પ્રતિષ્ઠિત ઈવેન્ટ છે જે વર્ષો થી તેની લોકપ્રિયતા અને જોડાણમાં વધારો કરતાં પ્રતિષ્ઠામાં વૃદ્ધિ નો અનુભવ કર્યો છે, જે ભારત ના અગ્રણી ફિનટેક કંપનીઓ માં એન્જલ વન ની વૃદ્ધિ ને પ્રતિબિંબિત કરે છે.
.