કસ્તુરબા વિધાભવનમાં આનંદોત્સવ આયોજીત થયો
સુરત. શહેરના વેડરોડ નાની બહુચરાજી મંદિર સામે રામજીનગર સોસાયટીમાં આવેલ કસ્તુરબા વિધાભવનમાં ખાતે આનંદોત્સવ ફનફેર-૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યુ હતું
જગદીશભાઈ ભટ્ટ કસ્તુરબા વિધાભવનમાં છેલ્લા ૩૨ વર્ષથી આચાર્ય છે. તેમને જણાવ્યુ કે આજે શાળા માં બાળકોનો આનંદોત્સવ આયોજિત થયો છે. તે દરમ્યાન ફનફેર, આનંદમેળો, પપેટ શો જાદુના ખેલ, ચિત્રપ્રદર્શન સહિત દસેક જેટલા કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યુ છે. જે બાળકોએ પોતાના ખર્ચે તૈયાર કરેલ છે. જે કાઈ આવક થશે તે બાળકો માટે જ વાપરવામાં આવશે. આવા કાર્યક્રમો થકી અમે બાળકોને વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ શિખવીએ છીએ. અમે વાડી ભાડે લઈને બાળકોને કરાટે યોગા શિખવીએ છીએ.
આનંદોત્સવમાં સોસાયટી ના પ્રમુખ, ટ્યુશન સંચાલકો વlલીમીત્રો અને સ્થાપના કાળથી શિક્ષકોએ જેમને સપોર્ટ કર્યો તેમનું અમે સમ્માન કર્યું છે
જગદીશભાઈ એ વધુમાં જણાવ્યુ કે હુ નિવૃત્ત ક્યારે ન થાવુ હું હંમેશા પ્રવૃત્તજ રહીશ આ સમય દરમ્યાન મને ત્રણ વ્યક્તિ ની મોટી ખોટ રહી મારા પુજ્ય બાપુજી, મોટા ભાઈ ભુપેન્દ્ર, શિક્ષણ જગતમાં જેને ચાણક્ય તરીકે ઓળખાય તે પ્રવિણભાઈ ઉપાધ્યાય ને મે ગુમાવ્યા તે ખાડો ક્યારે પુરી શકાય તેમ નથી.
૩૨ વર્ષોથી સ્કૂલ ચલાવતા જગદીશભાઈ એ જણાવ્યુ કે મારૂ ભવિષ્યનુ સ્વપ્ન છે કે સ્કૂલના જેટલા બાળકો છે તે ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટના રોજ ધ્વજવંદન કરી દેશભક્તિનો પર્વ માની શકે તેવુ ખુલ્લુ મૈદાન મળે તેવુ સ્વપ્ન છે. વર્ગખંડો તો પુરતા છે પરંતુ બાળકોને શાળામાં મૈદાન મળે તેવી શક્યતાઓ નથી પરંતુ મારૂ સ્વપ્ન છે. જે ચિતનભાઈ પુર્ણ કરશે તેવુ લાગે છે.
આગામી વિવિધ કાર્યક્રમો અંગે જણાવતા કહ્યુ કે ઇંગ્લિશ મીડિયમમાં જ્યુનિયર સિનિયર ચાલુ કર્યુ છે એમા મને સારો એવો પ્રતિભાવ મળયો છે. જે ભવિષ્યમા સેકેન્ડરી સુધી લઈ જઈશ. હાયર સેકન્ડરી માં કોમર્સ છે સાયન્સ કરવાનું સ્વપ્ન છે. સુરત શહેરમાં અમે સૌથી ઓછામાં ઓછી ફી સાથે અમે શાળા ચલાવીએ છીએ.