સુરતની 10 આર્ટિસ્ટો તૈયાર કરેલી પેઇન્ટિંગનું એક અનોખું પ્રદર્શન કંચલા આર્ટનું પ્રદર્શન
સુરત, કોઇ પણ કળાને સાકાર કરવા માટે સૌથી પહેલા એ કળાને લઇને સમજ હોવી જરૂરી છે. સમજ વગર કરવામાં આવેલી કળા લોકોને સમજાતી નથી. સુરતની 10 આર્ટિસ્ટો દ્વારા 9 મહિનાની કડી મહેનતે પોતાની સમજ અને વિષયને આધારે મેન્ટરના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલી પેઇન્ટિંગનું એક અનોખું પ્રદર્શન કંચલા આર્ટનું પ્રદર્શન આજથી શરૂ થયું છે. જેનો ઓપનીંગ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું.
કૂંચલા આર્ટ એક્ઝિબિશનના મેન્ટર રાકેશ ઉર્ફે રાજ ગોહિલે જણાવ્યું હતું કે, કોઇ પણ પેઇન્ટિંગ ત્યારે જ તૈયાર થાય છે જ્યારે એ આર્ટિસ્ટના દિમાગમાં એ પેઇન્ટિંગનું કોન્સેપ્ટ, ડિઝાઇન અને તેના રંગ નક્કી થાય. કંચલા એ એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે પેઇન્ટ બ્રશ. આ એક્ઝિબિશન બીજા કરતા એટલા માટે અલગ છેકે તેમાં પાર્ટ લેનાર કોઈ પ્રોફેશન નથી,
ગેલેરીમાં પ્રદર્શિત કરવામાં આવેલ 150 જેટલી પેઇન્ટિંગ 16 વર્ષના બાળક થી લઈને 60 વર્ષના ગ્રુહીણી દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ એક્ઝિબિશન 16 ઓક્ટોબર સુધી વનિતા વિશ્રામ સ્કૂલના આર્ટ ગેલેરીમાં ચાલનારું છે જેમાં શહેરીજનો વિના મુલ્યે સવારે 11 થી સાંજે 8 વાગ્યા સુધી પેઇન્ટિંગ નિહાળી શકશે.
આ કલાકારોને આ પેઇન્ટિંગ તૈયાર કરતા 9 મહિના જેટલો સમય લાગ્યો હતો. જેમાં કન્ટપરી આર્ટ, એપસેટ, સ્ટીલ લાઇફ, મોટીવેશન, હોર્સ,વુમન ડાન્સિંગ પોઝ, મ્યુઝીક, કચ્છની થીમ જેવા વિષયો પર પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યા છે. જે આર્ટિસ્ટો છે તે પ્રોફેશન નથી પરંતુ પોતાના રોજિંદા કામમાંથી સમય કાઢીને આ પેઇન્ટિંગ તૈયાર કરે છે.
જેમાં વંદના મહેશ્વરી, મુગ્ધા બસમતકર, હીના મહુવાગરા, ભાવીની મયુર ગોળવાલા , કુંજન ભાટેડ, વંશીકા સોની, માનવી કેડિયા , દિપ્તી મનોત, અવની દેસાઈ અને તેજલ મોદીએ પેઇન્ટિંગ તૈયાર કરી એક્ઝિબિશનમાં ભાગ લીધો છે. જેના મેન્ટોર રાકેશ ગોહિલ છે.